કલાર્કની પરીક્ષા: હાર્દિક પટેલનું તડફડ, કહ્યું” 10 લાખમાંથી પાંચ હજાર પણ ગાંધીનગર પહોંચ્યા નથી તો આ યુવાનોનો ઠેકો કોણ લે?”

બિનસચિવાલય કલાર્ક માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા નિવેદન આપીને બધું પુરું કરી દેવામાં આવ્યું છે. આશરે 10 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ લટકી ગયું છે ત્યારે કોંગ્રેસના જ યુવા નેતા હાર્દિક પટેલે રોકડું પરખાવ્યું છે.

હાર્દિક પટેલે લખ્યું છે કે સાચું કહીશ તો ગમે તે ગાળો દેવાની છૂટ છે. બિન સચિવાયલ કલાર્ક માટે 10 લાખ યુવાનોએ આવેદન કર્યું હતું. અચાનક પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી પરંતુ પાંચ હજાર યુવાનો પણ ગાંધીનગર પહોંચ્યા નથી.

હાર્દિકે વધુમાં કહ્યું છે કે જે યુવાનો સાથે અન્યાય થયો છે તે જ યુવાનોને લડવું નથી તો પછી તમારા માટે ઠેકો કોણ લેશે?

અત્રે નોંધનીય છે ક ગુજરાત ગૌણ સેવા પરીક્ષા મંડળની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા દસ દિવસ બાદ લેવાની હતી. મોટાપાયા પર હોબાળો થયો પણ અન્યાય થયેલી યુવાનો સરકારમાં રજૂઆત કરવા કે વાત કરવા પણ આગળ આવી રહ્યા નથી તે અંગે હાર્દિક પટેલે પોતાનો રોષ યુવાનો પર ઉતાર્યો છે.