વીડિયો: સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં લાગી આગ, લાખોના નુકશાનની આશંકા

સુરતના રીંગરોડ ખાતે આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં  આજે બપોરે બાર વાગ્યાના સુમારે ભીષમ આગ લાગી હતી. આગમાં લાખો રૂપિયાનુ નુકશાન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ આગ માર્કેટના સિલ્ક સિટીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર  આગ લાગી હતી. ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયરની 12 ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. બે ક્લાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ઘઈ છે. કોઈને ઈજા કે અન્ય જાનહાનીના અહેવાલો મળી રહ્યા નથી.

જૂઓ વીડિયો…