વીડિયો: યુવતીના શરીરમાં છે ભૂત? સીધી ચાલવાના બદલે ઉંધી દોડે છે, શું છે વાયરલ વીડિયોની હકીકત? જાણો

સોશિયલ મીડિયા પર અજીબોગરીબ વીડિયો થયો વાયરલ થયો છે. આ વીડિયો સુરતનો હોવાનું કહેવાય છે. પણ આ વીડિયો સુરતનો ન હોવાનું જાણકારો માની રહ્યા છે.

યુવતીના શરીરમાં આત્માનો વાસ હોવાની ચર્ચાએ ઉપાડ લીધો છે. અને તેના શરીરને ભૂતપ્રેતનો વળગાડ હોવાનું કહેવાય છે. વીડિયોમાં યુવતીના સીધી દોડવાના બદલે ઊંઘી દોડતી દેખાય છે અને થોડાક અંતરે રસ્તા પર પડી જાય છે.

રસ્તાની વચ્ચો વચ ચાલી યુવતી ચીસાચીસ અને બૂમબરાડા પાડી રહી છે. યુવતીના આ વર્તનથી ત્યાં હાજર રહેલા લોકો નાસભાગ કરે છે. યુવતીના વર્તનને લઈ લોકો પણ ભયભીત બની ગયા હોવાનું જણાઈ આવી રહ્યું છે.

જૂઓ વીડિયો…

યુવતીના અવાજથી સૌ કોઈ ચોંકી ઉઠે છે અને આશ્ચયમાં પડી જાય છે. સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો સુરત બહારનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. કેટલાક તબીબો યુવતીને સ્ક્રીઝોફેનિયાનો શિકાર હોવાનું કહી રહ્યા છે. વધુ વિગતો યુવતીની મેડીકલ તપાસ કરવામાં આવે તો બહાર આવી શકે છે. સમકાલીન આ ઘટનાની કોઈ પણ પ્રકારે પૃષ્ટિ કરતું નથી અને આવા વીડિયોને પ્રસિદ્વ કરવાનું કારણ એ છે કે લોકો ખોટી રીતે ભયભીત ન થાય અને અફવા બજાર ગરમ ન થાય.