કચ્છ-અંજારમાં વોટર વેરિફિકેશનને ચાલી એવી અફવા કે ગામડાઓમાં મચી ગઈ ધમાચકડી, જાણો વધુ

હાલમાં ચૂંટણી પંચ દ્વારા વોટર વેરિફિકેશન માટે વોટર હેલ્પ લાઈન એપ શરૂ કરવામાં આવી છે. આ એપ દ્વારા મતદારો પોતાનું નામ અને એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાના હોય તો કરી શકે છે પણ કચ્છના અંજારમાં વોટર હેલ્પ લાઈનની પ્રક્રિયાને લઈ સોશિયલ મીડિયામાં કેટલા ભેજાગેપો દ્વારા રીતસરનું યુદ્વ શરૂ કરી દેવામાં આવ્યું છે અને એવી અફવા ફેલાવી દેવામાં આવી છે કે જો પંદરમી સુધી વોટર વેરિફિકેશન ન થાય તો મુસ્લિમને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે.

ચૂંટણી પંચના સૂત્રોએ આવી વાતોને અફવા ગણાવી છે અને લોકોને આવી અફવા અને સોશિયલ મીડિયા પર આવા પ્રકારની પોસ્ટને ફોરવર્ડ કરવાની કે પોસ્ટ કરવાની નહીં કરવાની અપીલ કરવામાં આવી છે. લોકોને પણ સંયમ અને ગભરાટ રાખવાની જરૂર ન હોવાનું પંચના સૂત્રો જણાવી રહ્યા છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર એવી વાત વાયરલ થઈ હતી કે પંદરમી તારીખ સુધી વોટર વેરિફિકેશન કરવમાં નહીં આવે તો મુસ્લિમોને દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. સમકાલીન પણ આ વાતને માત્ર અફવા ગણાવે છે અને લોકોને અપીલ કરે છે કે આવા પ્રકારની ઘડમાથા વિનાની અને સાવ જ હંબગ અફવાથી દુર રહે.

પંદરમી તારીખ સુધી વોટર વેરિફિકેશન છે અને તે એક મતદાર જાગૃતિની કાર્યાવાહી છે. આ પ્રક્રિયા રાબેતા મુજબ કરવામાં આવે છે અને ચૂંટણી પંચનું કાર્ડ એ કોઈ સીટીઝનશીપ માટેનું કાર્ડ નથી. આ પ્રક્રિયાને સરળ બનાવવા પંચ દ્વારા એપ્લિકેશન બનાવીને લોકો ઘર બેઠા ચૂંટણી કાર્ડમાં સુધારા-વધારા કે ફેરફાર કરવાની અરજી કરી શકે છે અને પોતાનું નામ, સરનામું અને બૂથ નંબર બરાબર છે કે નહીં તે ચકાસી શકે છે. આ હેતુ છે ચૂંટણી પંચની વોટર એપનો. બાકી કેટલાક ટીખળખોરો દ્વારા આવા પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી લોકોમાં ડર અને ભયનું વાતાવરણ જન્માવવામાં આવી રહ્યું છે. આવા ટીખળખોરો સામે કાયદાકીય કાર્યવાહી પણ પંચ દ્વારા કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.