બે વર્ષમાં 24 મેડલ હાંસલ કરનારા વંદનાબા હવે નેશનલ લેવલે શૂટીંગ કોમ્પિટીશનમાં ઝળકશે

વંદનાબા રાજેન્દ્રસિંહ ચૂડાસમા હવે રાષ્ટ્રીય ફલક પર પોતાનું તેજ પાથરવાની તૈયારીમાં છે. બે વર્ષમાં 24 વિવિધ મેડલ હાંસલ કરનારા વંદનાબા નેશનલ શૂટીંગ કોમ્પિટીશનમાં ભાગ લેવા થનગની રહી છે.

પાછલ બે વર્ષથી શૂટીંગમાં નિપૂણતા હાંસલ કરી સ્વમહેનતે એર પિસ્ટલ, સ્પોર્ટ્સ પિસ્ટલ(22 કેલીબર) અને શોટગનની વિવિધ સ્પર્ધાઓ જેવી કે સ્ટેટ લેવલ, નેશનલ લેવલ અને ખેલ મહાકૂંભમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવનારા વંદનાબાએ ભરૂચના એસપી આઈએએસ અધિકારી રાજેન્દ્રસિંહ ચૂડાસમાના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી અનેક સિદ્વિઓ હાંસલ કરી છે.

શૂટીંગની 10 મીટર એર પિસ્ટલ ઈવેન્ટ હોય કે 22 મીટર સ્પોર્ટસ પિસ્ટલ(22 કેલીબર) કે પછી શોટગનમાં સિંગલ ટ્રેપ, ડબલ ટ્રેપ અને સ્કીટ હોય આ બધી ઈવેન્ટમાં વંદનાબા ઝળકી ચૂક્યા છે. બે વર્ષના સમયગાળામાં 24 જેટલા મેડલ હાંસલ કર્યા છે.

આ વર્ષે વેસ્ટ ઝોન શૂટીંગ કોમ્પિટીશન અને માલવંકર શૂટીંગ કોમ્પિટીશનમાં એર પિસ્ટલ અને સ્પોર્ટસ પિસ્ટલ તથા સિંગલ અને ડબલ ટ્રેપ શોટગન શૂટીંગમાં નેશનલ લેવલે વંદનાબા ક્વોલિફાય થયા છે. તાજેતરમાં સપ્ટેમ્બર મહિનામાં જયપુર ખાતે યોજાયેલી શૂટીંગ કોમ્પિટીશનમાં ચાર કેટેગીર( એર પિસ્ટલ, સ્પોર્ટસ પિસ્ટલ, સિંગલ અને ડબલ ટ્રેપ શૂટીંગ)માં ભાગ લીધો હતો.

આ ઉપરાંત ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલની શૂટીંગ સ્પર્ધામાં તમામ ચારેય કેટેગરી(એર પિસ્ટલ, સ્પોર્ટસ પિસ્ટલ, સિંગલ અને ડબલ ટ્રેપ શૂટીંગ)માં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ એક અલગ જ પ્રકારનો રેકોર્ડ બની રહ્યો છે.