હૈદ્રાબાદ એરપોર્ટ પર નગ્ન થઈ વિદેશી યુવાનનો હંગામો, પછી થયું કશુંક આવું….

તેલંગણાની રાજધાની હૈદરાબાદના એરપોર્ટ પર એક સ્વીડિશ નાગરિકએ હાલાકી પેદા કરી હતી. સ્વીડિશ નાગરિકે પહેલા એરલાઇન ઈન્ડિગોના વિમાનની અંદર બાથરૂમમાં પોતાની જાતને બંધ કરી દીધી હતી અને ક્રૂ મેમ્બર્સ માટે મુશ્કેલી સર્જી હતી. તેણે બાથરૂમમાંથી બહાર આવવાની ના પાડી. કોઈક રીતે સલામતી કર્મચારીઓએ તેને બહાર કાઢવાના પ્રયાસો કર્યા તો તેણે બધા કપડાં તેમના પર ફેંકી દીધા અને ત્યાં નગ્ન થઈને ઉભો થઈ ગયો હતો.

પોલીસને શંકા છે કે સ્વીડિશ નાગરિકનું માનસિક સંતુલન બગડ્યું છે. પોલીસ તેને હોસ્પિટલમાં લઈ ગઈ છે. તેની સામે અનેક કેસ નોંધ્યા છે.

હંગામો કરી રહેલા વિદેશી યુવાનને સુરક્ષા કર્મચારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને તપાસ માટે ઉસ્માનિયા જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં પણ તેણે ખૂબ જ હંગામો કર્યો અને નગ્ન હાલતમાં હોસ્પિટલથી ભાગવાનો પ્રયાસ કર્યો. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્વીડિશ નાગરિક ગોવાથી ફ્લાઇટમાં બેઠો હતો અને હૈદરાબાદ થઈને દિલ્હી જઈ રહ્યો હતો.

આરજીઆઈ એરપોર્ટના ઇન્સ્પેક્ટર વિજય કુમારે જણાવ્યું હતું કે આરોપી વિમાનની અંદર નગ્ન મળી આવ્યો હતો. એરપોર્ટ પર હંગામો લગભગ અડધો કલાક ચાલ્યો હતો અને તેના કારણે ઘણા વિમાની મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વિજય કુમારે કહ્યું, ‘સવારે 10.30 વાગ્યે વિમાન ઉતરતાંની સાથે જ તે વોશરૂમમાં ગયો. જ્યારે આશરે 30 મીનીટ પછી તે બહાર ન આવ્યો ત્યારે વિમાનની અંદરના સ્ટાફે તેને બહાર આવવાનું કહ્યું. અનેક વાર કહેવા પછી પણ તે બહાર ન આવતાં સુરક્ષા કર્મીઓને બોલાવવામાં આવ્યા હતા.