સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, દિવાળીએ ખુલ્લું રહેશે

દિવાળીના તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. દિવાળી વખતે દર સોમવારે બંધ રહેતું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બંધ રહે છે, પરંતુ હાલ સરકાર તરફથી મળી રહેલા અહેવાલ મુજબ દિવાળી વખતે 28 ઓક્ટોબરે સોમવાર આવતો હોવા છતાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે.

દિવાળી પર્વની રજાઓ હોવાના કારણે પ્રવાસીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, ખાલી દિવાળીના દિવસે સોમવાર આવતો હોવાથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ચાલું છે, જ્યારે બાકીના દિવસોમાં સોમવારે રાબેતા મુજબ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બંધ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહે છે પણ દિવાળી પર્વની રજાઓ હોવાના કારણે 28 તારીખે સોમવાર હોવા છતાં ખુલ્લું રખાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઇઓ આઈકે પટેલે સત્તાવાર રીતે એક નિવેદન આપીને પ્રવાસીઓના હિતમાં નિર્ણય કર્યો છે.

થોડા દિવસ પહેલા સરદાર સરોવર ડેમ, કેવડિયા ખાતે તૈયાર કરાયેલા વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીને આકાશમાંથી નિહાળવા ‘એરિયલ વ્યુ’ માટેની હેલિકોપ્ટર સેવાઓ બંધ કરી દેવાઇ હોવાની જાહેરાત સામે આવી હતી. પરંતુ આજે અચાનક પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.