સલમાન ખાન ટુંક સમયમાં તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાંથી શિફ્ટ થઈ રહ્યો છે. સલમાન ખાનનું નવુ ઘર બાંદ્રામાં ચિમ્બઈમાં બની રહ્યુ છે. મોટાભાગનું કામ સમેટાઈ ગયુ છે. કહેવાય છે કે સલમાન ખાન કેટલાયે સમયથી તેના નવા આશિયાનાની શોધમાં હતો. સલમાન ખાનનું એડ્રસ હવે થોડા સમયમાં બદલાઈ જશે.
સલમાન ખાનના માતા પિતા સલીમ અને સલમા ખાન ૨૦૧૧માં ૪,૦૦૦ સ્ક્વેર ફીટ પ્રોપર્ટીમાં રહેવા આવ્યા હતા. આ પ્રોપર્ટીની કિંમત ૧૪.૪ કરોડ રૂપિયા છે. સલમાનનો પરિવાર ઇચ્છી રહ્યો છે કે અહીં ગ્રાઉન્ડ પ્લસ ફાઈવ સ્ટાર બિલ્ડીંગ બને. બીએમસીને પ્લાન અપાઈ ગયો છે.
ગ્રાઉન્ડ ફ્લોર પર ફેમિલી રૂમ, પેન્ટ્રી અને એન્ટ્રસ લાંબી હશે. ઉપરની પાંચ માળની બિલ્ડીંગમાં દરેક ફ્લોર પર બે બેડરૂમ હશે. બિલ્ડીંગમાં બે બેસમેન્ટ હશે. જેમાં ૧૬ કારની પાર્કિંગની વ્યવસ્થા હશે. ભાઈજાન આ મામલે પ્લાન કરી ચુક્યા છે કે તેના સપનાનું ઘર કેવુ હશે.