સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે પોતાની નેકસ્ટ ફિલ્મ સાઈન કરી છે. રજનીકાંત ડિરેક્ટર શિવાની સાથે ‘થલાઈવર ૧૬૮’માં જોવા મળશે. આ ફિલ્મ કલાનિથી મારનના બેનર હેઠળ શૂટ થશે. સન પિક્ચર સ્ટૂડિયો ‘એન્થિરન’ તથા ‘પેટ્ટા’ બાદ ત્રીજીવાર રજનીકાંત સાથે કામ કરશે. સન પિક્ચરે ટિ્વટર પર ફિલ્મની જાહેરાત કરી હતી.
ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે ‘એન્થિરન’ તથા ‘પેટ્ટા’ સુપરહિટ થયા બાદ સન પિક્ચર તથા રજનીકાંત ‘થલાઈવર ૧૬૮’મા ત્રીજીવાર સાથે કામ કરશે. આ ફિલ્મને શિવા ડિરેક્ટ કરશે.
રજનીકાંતે હાલમાં જ ‘દરબાર’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ પોંગલ પર રિલીઝ થવાની છે. રજનીકાંતની આ ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં છે. વિલનના રોલમાં પ્રતિક બબ્બર છે. આ ફિલ્મને ડિરેક્ટર એ આર મુરુગદોસે ડિરેક્ટ કરી છે.