મોદી સરકાર વીજળી ઉપભોક્તાઓ (વીજ ગ્રાહક) મોટી ગિફટ આપવાની યોજના પર વિચારણા કરી રહી છે. મીડિયા અહેવાલને ધ્યાને લઈએ મોદી સરકાર હવે દરેક રાજ્યમાં ચારથી પાંચ જેટલી કંપનીને વીજ વિતરણ લાયસન્સ (વીજળીનું વિતરણ લાયસન્સ) આપવાની વિચારણા કરી રહી છે. જો આવું થાય તો વીજ વપરાશકર્તાને અધિકારી હશે કે તે કઈ કંપનીનું વીજ જોડાણ લે. ગ્રાહકો ગમે ત્યારે વીજ કંપનીને કોઈ પણ સમયે બદલી શકશે તેવી યોજનાની તૈયારી કરવામાં આવી રહી છે.
એક દિવસ પહેલા કેન્દ્રિય ઉર્જા મંત્રી આરકે સિંહે વિદ્યુત અને અક્ષ્ય ઉર્જાના સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે રિટેલ બિઝનેસ સરકારનું કામ નથી. બધા જ રાજ્યોમાં કેન્દ્ર સરકાર ત્રણ નાની ખાનગી કંપનીઓને વીજ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવાની યોજના તૈયાર કરી રહી છે. આનાથી ગ્રાહકોને વીજ કંપની બદલવાનો અધિકાર પણ મળી રહેશે.
તેમણે વીજ દરના વધારા અને નક્કી કરાયેલા ભાવ અંગે પોતાની નારાજગી દર્શાવી છે. કેટલાક રાજ્યોમાં વીજના દર આઠ રૂપિયા પ્રતિ યુનિટ છે જ્યારે અન્ય કેટલીક વીજ સપ્લાય કરતી કંપનીઓ ઓછા ભાવમાં વીજ સપ્લાય કરી રહી છે. સમગ્ર દેશમાં વીજળીના એક જ દર નક્કી કરવા માટે પણ કેન્દ્ર સરકારવિચારી રહી છે. બહુ જ ટૂંકા સમયગાળામાં આ અંગે નિર્ણય કરવામાં આવશે.
આરકે સિંહે જણાવ્યું કે રાજ્યોના સરકાર વિભાગો પર વીજ પેટે 47 હજાર કરોડ રૂપિયા બાકી છે. સરકારી વિભાગો પોતાનું બીલ ચૂકવી દે તો કંપનીઓની સ્થિતિ સુધરી જશે. જે વિભાગ જેટલા રૂપિયા આપશે તે પ્રમાણે તેને તેટલી જ વીજળી મળશે.