ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના આ કાર્યની કરી ભરપુર પ્રશંસા, જાણો કોંગ્રેસના એ કામ વિશે

ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કેન્દ્રીય માહિતી આયોગના 14મા સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, જે રીતે આરટીઆઈ એક્ટની કલ્પના કરવામાં આવી હતી, તે પ્રમાણે આપણો દેશ તેના લક્ષ્ય સુધી પહોંચાડવામાં લગભગ સફળ રહ્યો છે. આરટીઆઈ એક્ટની મૂળ જોગવાઈ સિસ્ટમની અંદર લોકોનો વિશ્વાસ કેળવવાનો છે. લોકોમાં આ જાગૃતિ લાવવી તે આ કાયદોનો મુખ્ય ઉદ્દેશ છે.

તેમણે કહ્યું, પારદર્શિતા અને જવાબદારી બંને એવા અંગે છે જેના આધારે આપણે સારું પ્રશાસન અને સુશાસન આપી શકીએ. આરટીઆઈ એક્ટએ પારદર્શિતા અને જવાબદારી બંનેને આગળ વધારવામાં ઘણી મદદ કરી છે. આપણા દેશમાં એ મહત્વનું હતું કે શાસન પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ અકબંધ રહે અને લોકોની ભાગીદારી પણ સિસ્ટમની અંદર જ આવી જાય.

તેમણે કહ્યું કે, આઝાદી પહેલાં, વહીવટનો ઉદ્દેશ તેના આકાઓની ઇચ્છાઓને પૂર્ણ કરવાનો હતો, જેના કારણે લોકો અને વહીવટ વચ્ચે એક મોટી ખીણ ઉભી થઈ હતી. અમિત શાહે વધુમાં કહ્યું કે, મારું માનવું છે કે આરટીઆઈ એક્ટ લોકશાહીની યાત્રાની અંદર એક મોટો સીમાચિહ્નરૂપ છે.  છેલ્લા 14 વર્ષોમાં આરટીઆઈ એક્ટને કારણે, જનતા અને વહીવટ વચ્ચેના અંતરને  દુર કરવામાં ઘણી મદદ મળી છે અને પ્રશાસન અને સિસ્ટમ પર લોકોનો વિશ્વાસ વધ્યો છે.

ગૃહ પ્રધાને કહ્યું કે, 1990 સુધી ફક્ત 11 દેશોમાં આરટીઆઈ કાયદો હતો અને તેમની પાસે જ માહિતીનો અધિકાર હતો. વૈશ્વિકરણ, આર્થિક ઉદારીકરણ અને તકનીકી નવીનીકરણનો યુગ શરૂ થતાં આ સંખ્યા વધવા માંડી. આરટીઆઈને કારણે, ઘણા દેશોમાં સારા વહીવટી ફેરફારો જોવા મળ્યા છે જેમાં ભારત પણ એક દેશ છે. ભારત વિશ્વનો પહેલો દેશ છે જેણે તળિયા સુધી માહિતી પ્રણાલી બનાવવામાં સફળતા મેળવી છે અને એક જવાબદાર માહિતી સિસ્ટમ બનાવવામાં સફળ રહ્યો છે.

અમિત શાહે કહ્યું, કેન્દ્રીય માહિતી આયોગથી લઈ દરેક રાજ્યમાં માહિતી પંચની સ્થાપના કરવામાં આવી છે. આ કાયદા હેઠળ 5 લાખથી વધુ માહિતી અધિકારીઓ આ કાયદાનું પર દેખરેખ રાખવાનું કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું, આરટીઆઈ એક્ટ અન્યાય મૂક્ત સુશાસન આપવા, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી તંત્ર બનાવવા માટેના સારામાં સારોપ્રયત્ન છે. અધિકારોના દબાણને નિયંત્રિત કરવામાં આરટીઆઈએ પણ તેની સંપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ગૃહ પ્રધાને કહ્યું, દુનિયાભરની સરકારોએ માહિતીના અધિકાર માટે કાયદા બનાવવાનું બંધ કરી દીધું છે. પરંતુ ભારતમાં આવું નથી. નરેન્દ્ર મોદી સરકારમાં, અમે એવો વહીવટ આપવા માંગીએ છીએ કે જેમાં માહિતીના અધિકારની અરજી ઓછી આવે અને લોકોને આરટીઆઈનો ઉપયોગ કરવાની જરૂર જ ન પડે તેવું કામ કરવાનું છે. પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે લોકોને આરટીઆઈ કરવાની જરૂર ન પડે અને સરકારે આગળ આવીને માહિતી આપવી જોઈએ. સિસ્ટમ આવી હોવી જોઈએ.

અમિત શાહે કહ્યું કે, કેદારનાથ ધામનું નવેસરથી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખીણમાં ઓલ વેધર રોડ બનાવવામાં આવી રહ્યા છે. કેદારનાથ ધામનું ડ્રોન દ્વારા સંપૂર્ણ મોનિટરિંગ કરવામાં છે. તેમણે કહ્યું, જ્યારે માહિતીના અધિકાર કાયદો બનાવવામાં આવ્યો ત્યારે ઘણી બધી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે મેં 2016માં કાયદાનું અધ્યયન કર્યું, ત્યારે મને પણ લાગ્યું કે તેનો દુરૂપયોગ થઈ શકે છે. પરંતુ આજે આપણે કહી શકીએ કે દુરુપયોગ ખૂબ ઘટી ગયો છે અને સારો ઉપયોગ ખૂબ થયો છે.