વીડિયો: જૂનાગઢમાં કોબ્રાને હાથમાં લઈ રમ્યા ગરબા, જાણો પછી શું થયું?

ગુજરાતના જૂનાગઢમાં કોબ્રા સાપને હાથમાં લઇને ગરબા રમવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં 12 વર્ષની બાળકી સહિત 5 લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે. વાયરલ થયેલા વીડિયો 6 ઓક્ટોબરનો હોવાનું માનવામાં રહ્યું છે.

જૂનાગઢના નાયબ વન સંરક્ષક (વન્યપ્રાણી) સુનીલ બેરવાલે જણાવ્યું હતું કે આ કેસના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આરએફઓ જેએસ ભેરાએ આ કેસમાં ફરિયાદી બનીને વન્યપ્રાણી અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો. કોબ્રા ડંખ ન મારે તેના માટે ઝેર અને દાંત કાઢી નાંખવામાં આવ્યા હતા.

ફરિયાદના આધારે યુવતીઓને તાલીમ આપતા ગરબાના આયોજક નીલેશ જોષી, ઝુમા જમાલ સતી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને કોબ્રા પકડનાર ત્રણ યુવતીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સગીર વયના આરોપીને કોર્ટે જુવેનાઇલ કોર્ટમાં મોકલી આપ્યો છે જ્યારે અન્ય આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

જૂઓ વીડિયો…