વીડિયો:  નેશનલ લેવલે ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત કરનાર ભરૂચની વિદ્યાર્થિનીઓ ટ્રેક્ટરમાં અપડાઉન કરવા મજબુર

ભરૂચના નેત્રંગ તાલુકાના શણકોઇ ગામે ગુજરાત સરકાર ધ્વારા શરૂ કરવામાં આવેલી કસ્તુરબા ગાંધી આશ્રમ શાળા ખાતે રહેતી બાળાઓ પૈકી ચાલીસથી પચાસ જેટલી અનાથ આદિવાસી બાળાઓને ધોરણ નવ અને દસમાં અભ્યાસ મેળવવા માટે આઠથી દસ કિ.મી દુર આવેલા ડેબાર ગામની સરકારી માધ્યમિક શાળામાં જીવના જોખમે એક ટ્રેક્ટર-ટ્રેઇલરમાં ઘેટા બકરાની માફક ખીચોખીચ ઉભા રહીને રોજેરોજ અપડાઉન કરવું પડે છે,જેના કારણે આદિવાસી સમાજમાં જવાબદાર તંત્ર અને અધિકારઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ આશ્રમ શાળામાં માત્રને માત્ર આદિવાસી બાળાઓને જ પ્રવેશ આપવામાં આવે છે,તેમાં જે આદિવાસી બાળાના માતા કે પિતા ન હોય કે પછી બંને ન હોય તેવા અનાથ બાળાઓને આશ્રમ શાળામાં રાખીને ભણાવવામાં આવે છે. આનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.

જૂઓ વીડિયો…

હાલમાં આ આશ્રમ શાળા સ્કુલ રેટિંગ કોન્ટેસ્ટમાં નેશનલ કક્ષાએ દેશભરમાં પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ એવોડૅ પ્રાપ્ત કર્યો છે,પરંતુ કમનસીબે આ વિદ્યાર્થિનીઓને અભ્યાસ કરવા જવા માટે કોઈ બસની સુવિધા નથી.