કચ્છ: હરામી નાલાથી પાંચ પાકિસ્તાની બોટ પકડાઈ, આર્મી એલર્ટ, તપાસનો ધમધમાટ

ગુજરાતના કચ્છીમાં સમુદ્ર કિનારે પાંચ પાકિસ્તાની બોટ પકડાઈ છે. સર્ચ ઓપરેશનમાં બીએસએફને આ એક મોટી સફળતા મળી છે.

બીએસએફની પેટ્રોલિંગ ટીમ હરામી નાલા નજીકની બોર્ડર પર ફરજ બજાવી રહ્યા હતા ત્યાપે પાંચ પાકિસ્તાની ફીશીંગ બોટ નજરે પડી હતી. તપાસ કરતા પાંચેય પાકિસ્તાની હોવાનું બહાર આવ્યું હતું. બીએસએફ દ્વારા બોટની તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આશંકા છે કે આ બોટ દ્વારા દેશમાં કોઈ આતંકી તો ઘૂસી આવ્યા નથી ને? હાલ તપાસ ચાલી રહી છે.

આ પહેલાં પણ ગુજરાતની કચ્છ સરહદે સરક્રીકમાંથી પાંચમી ઓક્ટોબરે બે બિનવારસી બોટ મળી આવી હતી. પાકિસ્તાની ફીશીંગ બોટ મળવાની ઘટનાઓ સતત બની રહી છે અને બોર્ડર સિક્યોરીટી ફોર્સ વધુ એલર્ટ થઈ ગઈ છે. બીએસએફ દ્વારા એ મામલાની હજુ પણ તપાસ ચાલી રહી છે.

બીએસએફ દ્વારા સરક્રીક અને હરામી નાલામાં પેટ્રોલીંગ વધુને વધુ સઘન બનાવી દેવામાં આવ્યું છે. હરામી નાલાની આજુબાજુના સરહદી ગામોમાં સર્ચ ઓપેરશન કરવામાં આવી રહ્યું છે.