મહાબલીપુરમમાં PM મોદીએ ધર્યો નવ અવતાર, વેશ્ટી અને ટુંડુ પહેરી જિનપિંગને મળ્યા, જુઓ ફોટો

તામિલનાડુના મહાબલીપુરમમાં પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક થઈ હતી. આ દરમિયાન પીએમ મોદી તામિલનાડુના ટ્રેડિશનલ ડ્રેસમાં દેખાયા. પીએમ મોદીએ સફેદ રંગનો શર્ટ અને ધોતી (વેશ્ટી) પહેરી હતી. આ સાથે જ તેમણે ખભા પર ટુંડુ રાખ્યો હતો.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સાદા કપડામાં જોવાયા હતા.. શી જિનપિંગે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યા હતા. પીએમ મોદી અને શી જિનપિંગ તપસ્યા સ્થળે ગયા હતા. અહીં તેમણે ચીનના રાષ્ટ્રપતિને ભવ્ય સ્મારકોનો ઇતિહાસ જણાવ્યો હતો.

પીએમ મોદીએ જિનપિંગને કહ્યું કે અર્જુને અહીં તપશ્ચર્યા કરી હતી. હિન્દુ દેવીઓ ઉપરાંત, શિકારીઓ, ઋષિઓ, પ્રાણીઓ અને અન્ય લોકોનાં ચિત્રો એક વિશાળ શીલા પર કોતરવામાં આવ્યા છે.

પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નાળિયેર પાણી પીધું હતું. બંને નેતાઓએ વાટાઘાટો પણ કરી હતી. આ વખતે ભારત અને ચીન વચ્ચે અનૌપચારિક સમિટ તામિલનાડુના મહાબલીપુરમ (મામ્મલાપુરમ)માં થઈ રહી છે.

બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે. ચીનના રાષ્ટ્રપતિની મુલાકાત 48 કલાકની છે.