આવા દેખાતા હતા સિંધુ સંસ્કૃતિના માણસોના ચહેરા, જૂઓ ફોટો

એક અનોખી સફળતા પ્રાપ્ત કરતાં વૈજ્ઞાનિકોએ 4500 વર્ષ જૂનાં રાખીગઢી કબ્રસ્તાનમાં મળેલા 37માંથી બે લોકોની ખોપડીનું પુન: નિર્માણ કરી અને સિંધુ ખીણ સભ્યતાના નિવાસીઓના ચહેરાની આબેહૂબ આકૃતિ બનાવી દીધી છે.

ભારત, યુકે અને દક્ષિણ આફ્રિકાની સાત વિવિધ સંસ્થાઓએ અને તેના તજજ્ઞ વૈજ્ઞાનિકો, શિક્ષણવિદોની 15 સભ્યોની ટીમે આ કરિશ્માઇ કામ પહેલીવાર કર્યું છે. આ ટીમે અસલી ચહેરા બનાવવા માટે કંપ્યૂટેડ ટોમોગ્રાફી (સીટી)ના માધ્યથી ક્રેનિફેશિયલ રિંકસ્ટ્રકશન (સીએફઆર)નો ઉપયોગ કર્યો હતો.

નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીના આર્થિક સહયોગથી આ પ્રોજેકટ ડબ્લ્યુએલજી અને વસંત શિંદેનાં નેતૃત્ત્વમાં પાર પડાયો હતો. રાખીગઢી પુરાતત્ત્વીય શોધ પરિયોજનાનું નેતૃત્ત્વ કરતાં વસંત શિંદેએ જણાવ્યું હતું કે, સિંધુ સંસ્કૃતિના લોકો કેવા દેખાતા હશે, તેનો અત્યાર સુધી કોઇ અંદાજ ન્હોતો. હવે સિંધુ ખીણ સભ્યતામાં જીવનાર લોકોની આબેહુબ આકૃતિ બની શકતાં આ શોધ બેહદ મહત્ત્વની છે, તેવું તેમણે ઉમેર્યું હતું.