કોર્ટયાર્ડ બાય મેરિયોટ સુરત પોતાના મૂલ્યવાન મહેમાનો માટે હંમેશા યાદગાર અનુભવ પેદા કરવામાં માને છે અને તે સુરતના લોકો માટે ચારકોલ-બાર્બેક્યુ બાય પુલને રિલોન્ચ કરવાની જાહેરાત કરતાં ખુશી અનુભવે છે. હોટલના એક્ઝિક્યુટિવ શેફ બ્રિજેશ કંથારીયા અને ફુડ એન્ડ બેવરેજ મેનેજર જિથીન નાયરે પુલસાઇડ એક્સક્લુઝિવ ડિનરની યજમાની કરી હતી.
તમામ મહેમાનોએ જાણીતા માસ્ટર શેફ આલમ કુરેશી અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલું સ્વાદિષ્ટ ભોજનની મજા માણી હતી. આ બેજોડ પ્રોપર્ટીમાં સ્વાદિષ્ટ ડીનર પિરસવામાં આવ્યું હતું, જે નિઝામોની ભુમિ રામપુર, ફરિદાબાદ અને અવધની વિશેષતાઓ ધરાવતું હતું.
આ અદ્ભુત સાંજમાં મીડિયા ક્ષેત્રની હસ્તીઓ, ફુડમાં રૂચિ ધરાવનારાઓ સહિતના મહેમાનો સામેલ હતાં. આ ઉપરાંત સુરતના સોશિયલ સર્કિટના જાણીતા વ્યક્તિઓએ પણ મ્યુઝિક અને સ્વાદિષ્ટ ફુડની મજા માણી હતી.
આ પ્રસંગે કોર્ટયાર્ડ બાય મેરિયોટ સુરતના જનરલ મેનેજર વિકાસ શર્માએ જણાવ્યું હતું કે, અમારા ગ્રાહકોને આકર્ષવા માટે બેજોડ અનુભવ પેદા કરતાં તથા તેમના માટે યાદગાર ક્ષણોનું નિર્માણ કરતાં અમે અત્યંત ખુશી અનુભવીએ છીએ. ચારકોલ સ્વાદિષ્ટ ભોજન, સરળ પ્રેઝન્ટેશન, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદો અને ઉત્કૃષ્ટ સેવાઓ માટેની શ્રેષ્ઠ જગ્યા છે. અમારી હોટલ નવા મેનુ અને સારા માહોલ સાથે બેજોડ ભોજન અને સેવાઓ પ્રદાન કરવા માટે જાણીતી છે.