CBSE-વેસ્ટ ઝોન ચેસ ટુર્નામેન્ટનો 10મીઓક્ટોબરથી સુરતના વેસુની એલ.પી.સવાણી સ્કૂલ ખાતે આરંભ

સીબીએસઈ સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ કોમ્પિટિશન 2019-20 અંતર્ગત વેસ્ટ ઝોન ચેસ ટુર્નામેન્ટનું આયોજન વેસુ સ્થિત એલ.પી. સવાણી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. આ અંગે એલ.પી. સવાણી સ્કૂલના ડાયરેક્ટર ધર્મેન્દ્ર સવાણીએ જણાવ્યું હતું કે 10થી 13મી ઓક્ટોબર સુધી યોજાનાર આ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન ગુરુવાર 10મી ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગે આમંત્રિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું અને 13મી ઓક્ટોબર સુધી આ ટુર્નામેન્ટ યોજાશે.

ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડેવિડ પૌલ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સ્કૂલના 950થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.13 મી ઓક્ટોબરના રોજ ટુર્નામેન્ટનું સમાપન થશે.