વીડિયો: બારડોલીની PRB આર્ટસ- PGR કોમર્સ કોલેજમાં ઉમેદવારના સમર્થકે જાહેરમાં કર્યું ફાયરીંગ

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી પી.આર.બી આર્ટ્સ-પીજીઆર કોમર્સ કોલેજમાં ચૂંટણી જીએસની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં અંકિત ચૌધરી નામનો યુવાન વિજેતા થયો હતો. અંકિત ચૌધરી જીત્યા બાદ કોલેજમાં તેના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જીએસની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ અંકિત ચૌધરીના સમર્થક દ્વારા જાહેરમાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ફાયરીંગની ઘટનાથી કોલેજ કેમ્પસમાં ઉહાપોહ મચી ગયો હતો અને વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ નિર્માણ થયું હતું.

ફાયરીંગની ઘટનાથી કોલેજ કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી. હવામાં ફાયરીંગ કરનાર યુવાનનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટના અંગે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહે છે.

જૂઓ વીડિયો…