બિગ બોસ પર બેન મૂકી દેવાશે? અશ્લીલતા મુદ્દે રિપોર્ટ મંગાવાતા ટેલિવૂડમાં સન્નાટો

પોપ્યુલર રિયલિટી શો બિગ બોસ-13 ઉપર વિવાદ ઉભો થઈ ગયો છે. શો પર પ્રતિબંધ મૂકવાની માંગ જોર પકડી રહી છે. કરણી સેનાએ પણ બિગ બોસ-13 ને તુરંત જ બંધ કરવાની માંગ કરી છે. કરણી સેના કહેવા મુજબ આ શો કલ્ચરની વિરુદ્વ છે. આ દરમિયાન હવે સૂચના અને પ્રસારણ મંત્રાલયે બિગ બોસના વાંધાજનક સીનને લઈ રિપોર્ટ માંગ્યો છે.

કરણી સેનાએ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ પ્રકાશ જાવડેકરને લેટર લખી કહ્યું હતું કે બિગ બોસ રાષ્ટ્રીય ચેનલ પર ભારતીય સંસ્કૃતિનું અપમાન કરી રહ્યું છે. આ શો લવ જેહાદને પ્રમોટ કરે છે જેનરેશનને ગેરમાર્ગેદોરી રહ્યું છે. શોમાં વધારે પડતી અશ્લીલતા બતાવવામાં આવી રહી છે અને ફેમિલી સાથે જોઈ શકાય એમ નથી.

કરણી સેનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ પત્ર લખીને બિગ બોસ વિરુદ્વ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ચેનલ પર લવ જેહાદને પ્રોત્સાહન આપવા અને હિન્દુ સંસ્કૃતિના અપમાનને લઈ સલમાન ખાન વિરુદ્વ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

ભાજપના ધારાસભ્ય નંદ કિશોરે સૂચના-પ્રસારણ મંત્રાયને પત્ર લખી બિગ બોસને બેન કરવાની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે આ શો સંસ્કૃતિ વિરુદ્વ છે અને ઈન્ટીમેટ સીન આ શોનો ભાગ બની ગયા છે. શોમાં અલગ અલગ ઘર્મના લોકોને બેડ પર પાર્ટનર બનાવીને સૂવડાવવામાં આવી રહ્યા છે તે અસહ્યનીય છે. પીએમ મોદી એક તરફ દેશની શાન વધારી રહ્યા છે ત્યારે આ શો ભારતીય સંસ્કૃતિને ધ્વસ્ત કરી રહ્યું છે.