અમેરિકાની આર્મી હટતાં જ તુર્કીએ સીરિયા પર કરી એર સ્ટ્રાઈક, ભારતે કર્યો વિરોધ

અમેરકાએ પોતાની સેના પાછો ખેંચવાના નિર્ણય પછી તુર્કીએ તેના પાડોશી દેશ સીરિયામાં એર સ્ટ્રાઈ કરી છે અ હવાઈ હુમલો શરૂ કર્યો છે. સામાન્ય લોકોની જાનહાનિના સમાચાર પણ છે. જોકે, તુર્કી કુર્દિશ સૈન્ય અને ઇસ્લામિક રાજ્ય સામે કાર્યવાહી કરશે એવો દાવો કર્યો છે. તુર્કી કુર્દિશ લડવૈયાઓને આતંકવાદી માને છે. બીજી તરફ, ભારતે તુર્કીના એકપક્ષીય નિર્ણય પર આકરો વિરોધ કર્યો છે અને સીરિયાની પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની અપીલ કરી છે.

ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે ઇશાન સીરિયામાં તુર્કીની એકપક્ષીય લશ્કરી કાર્યવાહી અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. તુર્કીના આ પગલાથી આ પ્રદેશમાં સ્થિરતા અને આતંકવાદ સામેની લડાઇ નબળી પડી શકે છે. આ પગલાથી માનવતાવાદી સંકટ સર્જાય તેવી સંભાવના છે. મંત્રાલયે કહ્યું કે, અમે તુર્કીને સીરિયાની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવા અને સંયમ રાખવાની અપીલ કરીએ છીએ. વાતચીત અને ચર્ચા દ્વારા આ મુદ્દાના શાંતિપૂર્ણ નિરાકરણની અપીલ કરીએ છીએ.

તમને જણાવી દઇએ કે તુર્કીની આ કાર્યવાહી સામે ભારતે એક સમયે વિરોધ નોંધાવ્યો છે જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિએ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. તુર્કી વારંવાર કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘનની વાત કરે છે. તુર્કીના રાષ્ટ્રપતિએ કાશ્મીરની તુલના પેલેસ્ટાઇન સાથે પણ કરી હતી. એટલું જ નહીં તુર્કી પાકિસ્તાન માટે યુદ્ધ જહાજો પણ બનાવી રહ્યું છે.

થોડા દિવસો પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયન-ટર્કિશ સરહદ સ્થિત પોતાના સૈનિકોને પાછા ખેંચવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે તુર્કીને પોતાની સમસ્યા હલ કરવી પડશે. તે જ સમયે, જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોગાને સીરિયા પર હવાઈ હુમલો કરવાની ઘોષણા કરી હતી, ત્યારે યુ.એસ.એ આકરા પગલા પર ચેતવણી આપી હતી, કે જો તૂર્કી તેની મર્યાદાને પાર કરશે તો વોશિંગ્ટન તેનું અર્થતંત્ર નાશ કરશે.

જો કે, તુર્કી પર અમેરિકાની ચેતવણીની કોઈ અસર થાય તેમ લાગતું નથી અને રાષ્ટ્રપતિ અર્દોગાને બુધવારે જાહેરાત કરી હતી કે અમે સીરિયામાં હવાઈ હુમલો શરૂ કર્યો છે. તેમણે ચોક્કસપણે દાવો કર્યો હતો કે આ હુમલામાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવશે નહીં અને હુમલો ફક્ત કુર્દિશ દળો અને આઈએસ પર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સીરિયાની સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવશે. પરંતુ સ્થાનિક અહેવાલ મુજબ, આ હુમલાથી સામાન્ય નાગરિકોમાં ચિંતા વધી છે અને તેઓ તેમની સલામતીની ચિંતા કરી રહ્યા છે.

તુર્કી તરફથી હુમલો થયાના અહેવાલો વચ્ચે, સીરિયન કુર્દ્સે તમામ કુર્દીસો સંગઠિત થવા અપીલ કરી છે. આ ટર્કીશ અભિયાન સીરિયાના આઠ વર્ષ જુના યુદ્ધને ફરીથી જાગૃત કરી શકે છે, જેનાથી હજારોને વિસ્થાપિત થવાની અપેક્ષા છે. આ સાથે જ યુકેની દેખરેખ કરનારી એજન્સી સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે પણ અહેવાલ આપ્યો છે કે લોકો તલ અબયાદથી ભાગવા લાગ્યા છે. કુર્દિશ નેતા નવાફ ખૈરે કહ્યું કે કેટલાક લોકો દેશના દક્ષિણના ગામ તરફ આગળ વધી રહ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે સીરિયાના કુર્દોએ આઇએસઆઈએસ સામેના યુદ્ધમાં યુ.એસ.ને મદદ કરી ન હતી. આ નિવેદનના માધ્યમથી તેમણે યુએસ સૈન્યને પાછા બોલાવવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો. એક રીતે તુર્કીને ઇશાન સીરિયા પર હુમલો કરવા લશ્કરી કાર્યવાહી શરૂ કરવાનો માર્ગ મળી ગયો છે. માનવામાં આવે છે કે સીરિયન કુર્દીસ આ ક્ષેત્રમાં યુનાઇટેડ સ્ટેટ્સને સહકાર આપે છે. જો કે ટ્રમ્પે તેમના સહયોગને માન્યતા આપવાનો ઇન્કાર કરી દીધો છે.