વધુ એક ગુજરાતીની હત્યા: સુરત-ઓલપાડના મૂળ વતની જય પટેલને ન્યૂયોર્કમાં ગોળી મારી દેવાઈ

અમેરિકાના ન્યુયોર્કમાં 19 વર્ષીય ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેનો મૃતદેહ ન્યૂયોર્કમાં બે એપાર્ટમેન્ટની વચ્ચે પડેલો મળ્યો હતો. ત્યારે વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતની યુવકની હત્યાનો બનાવ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદેશોમાં વસતા ગુજરાતીઓની હત્યાનો આંક દર વર્ષે વધી રહ્યો છે. વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધુ ટાર્ગેટ ગુજરાતી સમાજના લોકો બનતા હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જય પટેલનો એક હબસી યુવક સાથે ઝઘડો થયો હતો, જેમાં એ હબસી યુવકે જીમમાં જયને ગોળી મારી હતી. જય પટેલ ન્યૂયોર્કની એક કોલેજમાં અભ્યાસ કરે છે. વર્ષોથી તેનો પરિવાર અમેરિકાના ન્યૂયોર્કમાં સાબિત થઈ હતી. તેના પિતા મૂળ જય ચંદ્રકાન્ત પટેલ ઓલપાડના મૂળદ ગામના વતની છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જયની હત્યા કોઈ બીજ જગ્યાએ થઈ છે અને તેની લાશને એપાર્ટમેન્ટ પાસે ફેંકી દેવાયેલી હોવાનું કહેવાય છે.