હવે ગૃહ મંત્રાલયમાં સીસીટીવી કેમેરા ફીટ કરાયા, ખૂણે-ખૂણા પર રહેશે બાજ નજર

જ્યારથી અમિત શાહે ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી તેમનું મંત્રાલય ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. ગૃહ મંત્રાલય ક્યારે શું કરે છે તેના પર દરેકની નજર રહેલી છે. રાષ્ટ્રપતિ ભવનની પાસે નોર્થ બ્લોકમાં આવેલા ગૃહ મંત્રાલયની ઓફીસમાં હવે ખૂણા-ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. ઓફિસમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવી રહ્યા છે.

હવે આ મામલે તાજા એપડેટ એ છે કે પાછલા અઠવાડિયે સીસીટીવી કેમેરે ફીટ કરવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં મંત્રાલયના મહત્વના વિભાગોની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. નોર્થ બ્લોક-સાઉથ બ્લોકમાં હાલ હયાત ઓફિસો પર સખત સલમાતી પહેરો ગોઠવાયેલો હોય છે અને તે પ્રમાણે બધાને કામ સોંપવામાં આવે છે.

ગૃહ મંત્રાલયની સંપૂર્ણ સુરક્ષા CISFના હાથમાં છે, જે આ સીસીટીવી કેમેરાની મદદથી દરેકની દેખરેખ રાખશે. આ સિવાય CISF દ્વારા સુરક્ષામાં બોડી કેમેરા, એક્સ-રે મશીનો અને મેટલ ડોર ડિટેક્ટર પણ ગોઠવવામાં આવ્યા છે.આ સીસીટીવી કેમેરા સૌ પ્રથમ ફર્સ્ટ ફ્લોર પર લગાવવામાં આવશે, જ્યાં ગૃહ પ્રધાન, ગૃહ રાજ્ય મંત્રી, ગૃહ સચિવ, સીબીઆઈ ડિરેક્ટર, આઈબી ચીફ, જોઇન્ટ સેક્રેટરી રહે છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આને રૂટિન અપગ્રેડ કહેવામાં આવે છે. માત્ર ગૃહ મંત્રાલય જ નહીં પણ નાણા મંત્રાલયમાં પણ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવી રહ્યા છે.

સ્પષ્ટ છે કે આ કેમેરા લગાવ્યા પછી ગૃહ મંત્રાલયના દરેક ખૂણા પર નજર રાખવામાં આવશે અને કોણ કોને મળે છે તે પણ જાણવામાં આવશે. ખાસ વાત એ છે કે મંત્રાલયમાં હાજર મીડિયા રૂમમાં કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, એટલે કે પત્રકાર કોની સાથે મુલાકાત કરે છે તેના પર પણ મંત્રાલયની નજર રહેશે.

ગૃહ મંત્રાલયમાં થઈ રહેલા આ પરિવર્તન અંગે મંત્રાલયના અધિકારીઓએ પણ ખુશી વ્યક્ત કરી છે અને ઉલ્લેખ કર્યો છે કે કોણ ક્યારે આવે છે તેના પર દેખરેખ રાખી શકાશે.