લાંચ કાંડ: રાકેશ અસ્થાના વિરુદ્વ તપાસ પૂર્ણ કરવા બે મહિનો સમય આપતી કોર્ટ

દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સાથે સંકળાયેલા કથિત લાંચ કાંડના મામલાની તપાસ કરવા માટે સીબીઆઈને બે મહિનાની મુદ્દત આપી છે. જસ્ટીસ વિભૂ બાખરુએ સ્પષ્ટ કર્યું હતું કે આ મામલે તપાસ કરવા માટે સીબીઆઈને બે મહિના બાદ વધુ સમય આપવામાં આવશે નહીં.

આ કેસમાં સીબાઈઆએ તપાસ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. પણ કોર્ટે બે મહિનાનો સમય આપી સીબીઆની અરજીનો નિકાલ કર્યો હતો. એડિશનલ સોલિસીટર જનરલ વિક્રમજીત બેનર્જીએ સીબીઆઈ વતી દલીલો કરી હતી. તેમણે કહ્યું કે ન્યાયિક સહાયતા માટે અમેરિકા અને સાઉદી અરબને તપાસ કરવા માટે વિનંતી પત્ર મોકલવામાં આવ્યા છે, હજુ તેમનો જવાબ આવ્યો નથી. જવાબ ન આવે ત્યાં સુધી તાપસ પૂર્ણ કરી શકાતી નથી.

એડીજીએ કોર્ટને ત્રણ મહિનાનો સમય આપવા વિનંતી કરી હતી. પણ અરજીનો અન્ય આરોપીઓ ડીએસપી દેવેન્દ્રકુમાર અને વેપારી મનોજ પ્રસાદના વકીલે વિરોધ કર્યો હતો. અસ્થાના વિરુદ્વ ભ્રષ્ટાચાર વિરોધી કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે.