નિવેદનોને કારણે હંમેશાં ચર્ચામાં રહેલી અને જવાહર લાલ નેહરુ યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થી સંઘની નેતા શેહલા રશીદે પોલિટિક્સ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. શેહલા રશીદનો આરોપ છે કે, તે કાશ્મીરીઓ સાથેનું વર્તન સહન નથી કરી શકતી.
શેહલા રશીદે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર હવે દુનિયાને ચૂંટણી કરાવીને દેખાડવા માગશે કે હજુ પણ કાશ્મીરમાં લોકતંત્ર છે, પરંતુ જે ચાલી રહ્યું છે, તે લોકતંત્ર નથી. પરંતુ તેની હત્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચ મહિનામાં શેહલા રશીદે પૂર્વ ૈંછજી ઓફિસર અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ શાહ ફૈસલની પાર્ટી જોઇન કરી હતી.
આ પહેલા શેહલા રશીદ વિરુદ્ધ જમ્મુ-કાશ્મીરમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘન વિશે સ્ટેટમેન્ટ આપવાને લઇને દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શેહલા રશીદે પોતાની વિરુદ્ધ નોંધાયેલા દેશદ્રોહના કેસને તુચ્છ, રાજનીતિથી પ્રેરિત અને ચૂપ કરાવવાનો દયનિય પ્રયાસ કહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી થવાની છે. રાજ્યના ૩૧૬માંથી ૩૧૦ બ્લોક્સ માટે મતદાન ૨૪ ઓક્ટોબરના રોજ થવાનું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ભાગ ન લેવાની જાહેરાત કરી છે.