ગુરુ ગ્રહ પાસે નથી તો હવે સૌથી વધુ ચંદ્ર ક્યા ગ્રહ પાસે છે, જાણો વધુ

સોલર સિસ્ટમમાં શનિ ગ્રહ એ ચંદ્રની સંખ્યાના મામલે બાજી મારી દીધી છે. અત્યાર સુધી 79 ચંદ્રની સાથે ગુરુ સોલર સિસ્ટમનો વિજેતા ગ્રહ હતો. હવે 10 નવા ચંદ્રની સાથે શનિના ચંદ્રની સંખ્યા 82 થઈ ગઈ છે.

અમેરિકામાં વોશિંગટનના કાર્નેજી ઇન્સ્ટિટ્યૂશન ફૉર સાયન્સના ખગોળશાસ્ત્રી સ્કૉટ શેફર્ડ એ કહ્યુ કે, આ જાણવા મજેદાર હતું કે શનિ ચંદ્રની સંખ્યાના મામલે સોલર સિસ્ટમમનો રાજા બની ગયો છે.સ્કૉટ હળવી શૈલીમાં કહે છે કે ગુરુ આ મામલે ખુશ થઈ શકે છે. ગુરુની પાસે હજુ પણ સોલર સિસ્ટમના તમામ ગ્રહોમાં સૌથો મોટો ચંદ્ર છે. ગુરુ ગ્રહનો ચંદ્ર જૈનિમેડ લગભગ પૃથ્વીના આકારથી અડધો છે. શનિના નવા મળેલા દરેક ચંદ્રનો વ્યાસ વધુમાં વધુ ૫ કિમી છે. શેફર્ડ અને તેમની ટીમે ઉનાળા સમયે હવાઈમાં ટેલીસ્કોપ લગાવીને શનિના 20 નવા ચંદ્ર શોધી કાઢ્યા.

શેફર્ડે કહ્યુ કે, શનિના ચારેય તરફ ચક્કર લગાડનારા નાના-નાના ચંદ્રની સંખ્યા 100થી વધુ હોઈ શકે છે, જેની શોધ ચાલુ છે.શૅફર્ડે જણાવ્યું કે, શનિના ચક્કર લગાવનારા સૌથી નાના ચંદ્રનો વ્યાસ ૫ કિમી છે, જ્યારે ગુરુનો સૌથી નાના ચંદ્રનો વ્યાસ 1.6 કિમી છે. આનાથી નાના ચંદ્રને શોધવા માટે વધુ શક્તિશાળી ટેલિસ્કોપની જરૂર છે. તેઓએ જણાવ્યું કે, ગુરુના મુકાબલે શનિના ચક્કર લગાવનારા નાના ચંદ્રને શોધવા વધુ મુશ્કેલ છે. એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે કે શનિના ચારે તરફ કેટલા ચંદ્ર ચક્કર મારી રહ્યા છે. શક્ય છે કે આ નાના-નાના ચંદ્ર કોઈ મોટા ચંદ્રના ટુકડાઓમાંથી બન્યા હોય.સ્કૉટે જણાવ્યું કે, શનિના નવા ચંદ્રમાં 17 ઉલટી દિશામાં પરિક્રમા કરી રહ્યા છે.

બીજી તરફ, ત્રણ ચંદ્ર એ જ દિશામાં ચક્કર લગાવી રહ્યા છે જે તરફ શનિ ફરી રહ્યો છે. આ ચંદ્ર શનિથી એટલા અંતરે છે કે તેને એક ચક્કર પૂરું કરવામાં બેથી ત્રણ વર્ષ લાગે છે. આ ચંદ્રના અધ્યયનથી આપણને જાણવા મળે છે કે શનિ કઈ વસ્તુથી બન્યો છે. નોંધનીય છે કે, શૅફર્ડે ગયા વર્ષે જ શનિના 12 નવા ચંદ્ર શોધ્યા હતા. કાર્નેજી ઇન્સ્ટિટ્યૂટે તમામ નવા ચંદ્રના નામ રાખવાની પ્રતિયોગિતા શરૂ કરી છે.