આવું પણ બને છે: પ્લાસ્ટીકના કપમાં ચા પીધી અને પછી અધિકારીએ પોતાની જાતને જ પાંચ હજારનો કર્યો દંડ

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં પ્લાસ્ટિકના કપમાં ચા પીધા બાદ જિલ્લા અધિકારીએ પોતાના ઉપર દંડ ફટકારી દીધો છે. આ અનોખી ઘટનાની સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે. લોકો જિલ્લાઅધિકારીની ઈમાનદારીની પ્રશંસા કરી રહ્યા છે. જાણકારી અનુસાર બીડ જિલ્લામાં તૈનાત કલેક્ટર આસ્તિક કુમાર પાંડેએ પ્લાસ્ટિકના કપમાંથી ચા પીધી હતી. ત્યાર બાદ તેમણે પોતાની ઉપર પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે આ રાજ્યનો પહેલો મામલો છે જ્યારે કોઈ કલેક્ટરે પોતાને જ દંડ ફટકાર્યો હોય.

પત્રકારે કહ્યું કે એક ગરીબ ખેડૂત ઉમેદવારે પોતાની જમા રાશિની ચુકવણી કરવા માટે પ્લાસ્ટિની થેલીનો ઉપયોગ કર્યો હતો. જમા રાશિને તે એક પ્લાસ્ટિકની થેલીમાં ભરીને લાવ્યો હતો. ઉમેદવાર પર ત્યારે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પત્રકારે આ ઘટનાનો ઉલ્લેખ કરતા કલેક્ટર કાર્યાલયમાં પ્લાસ્ટિક કપના ઉપયોગ વિશે સવાલ કર્યો. ત્યાર બાદ જિલ્લા કલેક્ટરે ત્યાં હાજર દરેક પત્રકાર સામે પોતાના પર પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો. ત્યાર બાદ પ્લાસ્ટિક પ્રતિબંધના સંદર્ભમાં મહારાષ્ટ્રમાં સખત નિયમ અને કાયદો બનાવવામાં આવી રહ્યો છે.