હવે ફ્રી નથી રહ્યું જિઓ વોઈસ કોલ, આપવા પડશે એક મીનીટના આટલા પૈસા

કોલ ટર્મિનેશન ચાર્જથી જોડાયેલા નિયમો લઈને મહિલા નિયમોને લઈ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ બુધવારે જાહેરાત કરી છે કે તે કસ્ટમર્સ પાસેથી કોલીંગના પૈસા લેશે. જિઓ યુઝર્સને જિઓ ઉપરાંત બાકીના અન્ય નેટવર્ક પર કરાતા વોઈસ કોલ માટે પ્રતિ મીનીટના 6 પૈસા ચાર્જ આપવાનો રહેશે. જિઓ આ સાથે જ તેની સમકક્ષ ડેટા આપી બેલેન્સને સરભર કરી આપશે.

જિઓએ નિવેદનમાં જણાવ્યું છે ટેલિકોમ ઓપરેટર્સને પોતાના યુઝર્સ દ્વારા અન્ય ઓપરેટરોના નેટવર્ક પર કરાયેલા મોબાઈલ ફોન માટે પેમેન્ટ કરવાની જરૂરિયા ઉભી થઈ છે. જેથી કરીને નવો આદેશ ન થાય ત્યાં સુધી 6 પૈસા પ્રતિ મીનીટ ચાર્જ કરવામાં આવશે.આ ચાર્જ જિઓ યુઝર્સ દ્વારા અન્ય જિઓ યુઝર્સ પર કરવામાં આવેલા કોલ, વ્હોટસઅપ, ફેસટાઈમ અથવા અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં પણ લાગુ થશે નહીં, આ ઉપરાંત લેન્ડ લાઈન પર પણ લાગુ થશે નહીં.

2017માં દૂરસંચાર નિયામક ટ્રાઇએ ઇન્ટર કનેક્ટ યુસેજ ચાર્જ (IUC) ની 14 પૈસાથી પ્રતિ મીનીટ 6 પૈસા ઘટાડી દીધો છે. જાન્યુઆરી, 2020 સુધી આ ચાર્જ સમાપ્ત કરવામાં આવશે. હવે ટ્રાઈએ રિવ્યુ માટે કન્સલ્ટેશન પેપર મંગાવ્યો છે. જિઓ નેટવર્ક પર વોઈસ કોલ ફ્રી છે, જેથી કંપનીને એરટેલ, વોડાફોન અને ભારતી એરટેલ જેવા ઓપરેટર્સને કોલ્સ માટે 13,500 કરોડ ચૂકવવા પડી રહ્યા છે.

ટ્રાઇના આ પગલાંને લીધે જિઓ મુશ્કેલીમાં મૂકાઈ જવા પામી છે. આના કારણે યૂઝર્સની પાસેથી પ્રતિ મીનીટે 6 પૈસા લેવાનો નિર્ણય કર્યો ચે. હાલમાં જિઓ ડેટા માટે ચાર્જ લે છે અને દેશમાં ક્યાંય પણ કોઈ પણ નેટવર્ક પર ફ્રીમાં કોલ કરવાની સુવિધા આપે છે, આ સુવિધા બિલ્કુલ ફ્રી હતી. જોકે, ઈનકમીંગ કોલ પહેલાંની જેમ ફ્રી રહેશે.