VR સુરત ગ્લેમ ગરબામાં સુરતની ક્રિષ્ના શાહ બેસ્ટ ખેલૈયા તરીકે વિજેતા, સુઝુકી ઝીકસર જીતી

નવરાત્રીની મૌસમની સાથે ચારે ખૂણે, સુરતીઓ ગરબાની રાત માટે તૈયાર થઈ ગયા હતા અને ગરબા પર ઝૂમી રહ્યા હતા ત્યારે વી.આર. સુરતના ગ્લેમ ગરબામાં નવરાત્ર મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવ દિવસ સુધી સતત 15 ગ્રૂપ અને હજારો ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. વી.આર. સુરત દ્વારા આ દરમિયાન 288 જેટલા ઇનામો આપવામાં આવ્યા હતા.

આ અંગે કલર્સ ઇવેન્ટના ઓરનોબ મોઈત્રાએ જણાવ્યું હતું કે નવરાત્રી મહોત્સવના અંતે શ્રેષ્ઠ ખેલૈયા અને શ્રેષ્ઠ ગ્રૂપનું નામ વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિષ્ના શાહને બેસ્ટ ખેલૈયા એટ ગ્લેમ ગરબા 2019 તરીકે વિજેતા જાહેર કરી સીમા સુઝુકી દ્વારા ગ્રાન્ડ પ્રાઈઝ તરીકે સુઝુકી gixxer આપવામાં આવી હતી. જ્યારે 15 પૈકી રાસ રમઝટ ગ્રૂપને શ્રેષ્ઠ ગ્રુપ જાહેર કરી ગ્લેમરસ ટ્રોફી ઓફ ગ્લેમ ગરબા 2019 આપીને સન્માનિત કરાયું હતું. નવ દિવસ દમિયાન વી.આર. સુરત ખાતે 1,92,000થી લોકોએ ગરબા જોવાનો લાહવો માણ્યો.