બાયડ વિધાનસભામાં ભાજપે કોંગ્રેસના કાર્યકરોને ખેરવ્યા તો કોંગ્રેસે આપ્યો આવો જબરો જવાબ

બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસ  જોર લગાવી રહ્યા છે ભાજપે માલપુર ખાતે 150 કોંગ્રેસીઓને ખેસ પહેરાવી કોંગ્રેસમાં ગાબડું પાડતા કોંગ્રેસે પણ ભાજપના 150 થી વધુ કાર્યકરોને પંજામાં લઇ  હિસાબ સરભર કરી લીધો હતો.

કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલના કાર્યાલયનો પ્રારંભ શક્તિ પ્રદર્શન સાથે થયો હતો. કોંગ્રેસના પ્રદેશ અગ્રણીની ઉપસ્થિતિમાં 150 થી વધુ કાર્યકરો ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના આગેવાનોએ તમામ કાર્યકરોને આવકાર્ય હતા. ભાજપના 150 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ગેલમાં આવી ગયા હતા.

બાયડ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત ગણાતી બેઠક જાળવી રાખવા  જાતિવાદની રાજનીતિમાંથી બહાર આવી લોકચાહના ધરાવતા જશુભાઈ પટેલને ટિકિટ આપી છે. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો બાયડ-માલપુર તાલુકાના ગામડાઓ ખૂંદી રહ્યા છે બીજીબાજુ ગૃહમંત્રી પ્રદીપાસિંહ જાડેજાની સીધી નજર હેઠળ બાયડ વિધાનસભા પેટા ચૂંટણી જીતી લેવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી કાર્યકર્તાઓની મોટી ફોજ ચૂંટણી પ્રચારમાં લગાવી દીધી છે.