ચાલુ બાઈકે મોબાઈલ, લેપટોપનું સ્નેચીંગ કરતા બે પંટરો સુરત ડીસીબીના તાબે, જાણો કેેવી રીતે કરતાં હતા તફડંચી

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાઈક પર ફરીને મોબાઈલ અને બેગ સ્નેચીંગ કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુના ડિટેક્ટ કર્યા છે અને બે આરોપીની ધરપકડ કરી છે. સુરતના અલગ અલગ પોલીસ  સ્ટેશનમાં નોંધાયેલા ગુના ઉકેલવામાં ડીસીબીને સફળતા મળી છે

ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા આરોપીઓમાં મૂળ ભસની, તા,કળવંદ, જિલ્લા-નાસિકના હિતેશ ઉર્ફે કાલુ બાપુભાઈ આહિર(ઉ.વ-24,રહે-ગંગાધરા એપાર્ટમેન્ટ, ઉદય નગર-1, માધવાનંદ આશ્રમની બાજુમાં, પીપલ્સ ચાર રસ્તા, કતારગામ, મોહમંદ નૂર મોહંમદ સલીમ બરફવાલા(ઉ.વ.20, રહે- 301, પહેલા માળે, રૂમાની મંઝીલ, સોપારી ગલી, સીંઘીવાડ, ચોકબજાર, સુરતની ધરપકડ કરી છે.

આ બન્ને આરોપી પૈકી હિતેશ ઉર્ફે કાલુ પાસેથી સલાબતપુર પોલીસ મથકમાંથી ચોરાયેલી હોન્ડા સાઈન બાઈક કબ્જે કરી હતી. આ ઉપરાંત એચપી કંપનીનું લેપટોપ, એસસ કંપનીનો મોબાઈલ ફોન કબ્જે કર્યો છે. હિતેશની મોડસ ઓપરન્ડી એવી રીતની રહી હતી કે બાઈક પર નીકળી રસ્તે ચાલતા વાહનો કે રાહદરીઓ પાસેથી ચીલઝડપ કરતો હતો અને લેપટોપ હોય કે મોબાઈલ ફોન હોય તેનું સ્નેચીંગ કરતો હતો.

આ ઉપરાંત હિતેશ પાસેથી ડેલ કંપનીનું લેપટોપ પણ મળી આવ્યું છે. તથા કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ હાથ લાગ્યા છે. જેમાં રીચા પટેલ નામની યુવતીના ઓરિજનલ પાન કાર્ડ, માર્ચ-2015નું એસએસસીનું રિઝલ્ટ, 2017ની ઓરિજનલ માર્કશીટ, વનિતા વિશ્રામ સંચાલિત સર વીડીટી ગર્લ્સ હાઈ સ્કૂલનું લિવિટ સર્ટીફિકેટ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના બેચલર ઓફ ઈન્ટીરીયર ડિઝાઈન કોર્ષના ફર્સ્ટ સેમેસ્ટર-નવેમ્બર-2017, ફર્સ્ટ-સેમેસ્ટર-2018. સેકન્ડ સેમેસ્ટર એપ્રિલ-2018. થર્ડ સેમેસ્ટર-2018 અને ફોર્થ સેમેસ્ટર માર્ચ-2019ના રિઝલ્ટ તથા યુનિયન બેન્કની ચેકબૂક, પાસબૂક, ઝારાષ્ટ્રીયન બેન્કનો બ્લેન્ક ચેક સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસે યુવતીના આટલા બધા મહત્વના ડોક્યુમેન્ટ્સ શોધી કાઢી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

જ્યારે આરોપી મોહંમદ નૂર ઉર્ફે તન્નુ પાસેથી પોલીસે સેમસંગ ડ્યુઅસ મોબાઈલ ફોન, સેમસંગ ગેલક્સી ફોમન, સેમસંગ ફોન, નંગ-2, બ્લેક બેરી કંપનીનો ફોન, ઓપો કંપનીનો ફોન વગેરે ચીજ વસ્તુઓ ઝડપી પાડી છે.

હિતેશ ઉર્ફે કાલુ વિરુદ્વ રાત્રીના સમયે સાયકલ ચોરી કરવાના ગુના પણ નોંધાયેલા છે અને બાઈક પર સવાર થઈને મોપેડ પર જતી લેડીઝના બેગ અને પર્સનું સ્નેચીંગ કરવાના ગુનાઓ પણ નોંધાયેલા છે. આ ઉપરાંત દારુની હેરફેરનો ગુન મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

આ સમગ્ર કામગીરી ડીસીપી ક્રાઈમ, ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ, પીએસઆઈ પીકે રાઠોડ, અ.હે.કો. રોહિત યોગેશભાઈ, હે.કો.મુકેશ પુંડલીકભાઈ,અનિલ રઘુનાથભાઈ, દિગંબર સુભાષભાઈ અને પોકો મેહુલ પુનમચંદભાઈએ કરી હતી.