નુસરત જહાં પર દેવબંદના આલિમો ખફા, આપી દીધી નામ બદલી કાઢવાની સલાહ

તૃણમૂલ કોંગ્રેસના યુવા સાંસદ અને બંગાળી ફિલ્મની અભિનેત્રી નુસરત જહાં ફરી એક વાર વિવાદોમાં આવી ગઈ છે. દુર્ગા પૂજાના અવસરે કોલકાતાનાં પંડાલમાં પતિ નિખિલ જૈન સાથે સિંદૂર લગાવીને ગયેલા નુસરત જહાંથી દેવબંદના આલિમો સખત નારાજ થાય છે. દુર્ગાભવનમાં પૂજા કરવાના મામલે આલિમોનું કહેવું છે કે નુસરત જહાંએ બિનઈસ્લામિક કામ કર્યું છે. તે પોતાનું નામ બદલી શકે છે.

રવિવારે દુર્ગાષ્ટમીના પર્વ પર નુસરતની હાજર અંગે દેવબંદના આલિમોએ કહ્યું આ બિનઈસ્લામિક કામ છે. તેઓ શા માટે બિન ઈસ્લામિક કાર્ય રહ્યા છે. ઈસ્લામમાં અલ્લાહ સિવા અન્ય કઈની બંદગી કરવાનું હરામ છે. જો નુસરતે બિનઈસલામિક કાર્ય કરવાના જ હોય તો તેઓ શા માટે પોતાનું નામ બદલી નાંખતા નથી? આવી રીતે તેઓ મુસ્લિમોનું અપમાન કેમ કરી રહ્યા છે?

દેવબંદી આલિમે કહ્યું કે નુસરત જહાનો આવો અમલ પહેલી વાર સામે આવ્યો નથી. આ પહેલાં પણ તેઓ આવા જ કાર્યો કરતા રહેતા હતા. દુર્ગા પૂજામાં ફરી વાર તેમણે બિનઈસ્લામિક કાર્યનું પરિવર્તન કર્યું છે. આવા પ્રકારનો અમલ ઈસ્લામમાં જાયઝ નથી.

આલિમોના બયાન પહેલાં નુસરત જહાંનો ફોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. નુસરતે કહ્યું કે આવા વિવાદો પર તે ધ્યાન આપતી નથી અને મારે જે કરવાનું છે તે કરતી રહીશે. આ મારો અંદાજ છે.