મોદી સરકારનું નવું ફરમાન: વિદેશ પ્રવાસે પણ ગાંધી પરિવારની સાથે રહેશે SPGના કમાન્ડો

સ્પેશ્યલ પ્રોટેક્શન ફોર્સ (એસપીજી)માં રહેતા દરેક વીવીઆઈપીને એક ખાસ સુરક્ષા કવરના આખા નિયમનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારે કહ્યું કે હવે જેને પણ એસપીજી કવર મળે છે તેને દરેક સમયે એસપીજી ટીમ પોતાની સાથે રાખવી પડશે, ભલે તેઓ વિદેશ પ્રવાસ પર જ કેમ ના હોય. આપને જણાવાનું કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય ગાંધી પરિવારના જ ત્રણ સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જ એસપીજી કવર મળે છે.

કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા ટોમ વડક્કનને કહ્યું કે અતિ વિશિષ્ટ લોકોની સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે. આથી તે વીવીઆઈપીને દરેક જગ્યા, દરેક સ્થિતિમાં સુરક્ષા સુનિશ્ચિત કરાવાની હોય છે. તેમણે કહ્યું કે તેનો હેતુ ૨૪/૭ સુરક્ષા આપવાની છે. તેમાં પ્રાઇવસીના ઉલ્લંઘનની કોઇ મંશા હોઇ શકે નગીં. તેમને (ગાંધી પરિવારના સભ્યોને) જ્યાં પણ જવું હોય તેના માટે આઝાદ છે પરંતુ જો તેમને કયાંક કંઇક થઇ ગયું તો તેના માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવાશે.

બીજીબાજુ એસપીજી કવરના નિયમના જાણકારોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે ગાંધી પરિવારને મળી રહેલ સુરક્ષાની કોઇ સમીક્ષી કરી નથી અને ના તો કોઇ નવો નિયમ લાગૂ કર્યો પરંતુ સરકાર હાલના એસપીજી નિયમનું સંપૂર્ણપણે પાલન કરાવા માંગે છે. એક એક્સપર્ટે કહ્યું કે એસપીજી વીવીઆઈપીની સુરક્ષા માટે જવાબદાર હોય છે. જો કોઇને એસપીજી કવર મળે છે તો નિયમ પ્રમાણે દરેક વખતે તેમને સિક્યોરિટી ગ્રૂપને પોતાની સાથે રાખવા જોઇએ. જો કે ગાંધી પરિવારના સભ્ય આ નિયમને નજર અંદાજ કરતાં એસપીજી કવર વગર વિદેશમાં જતા રહે છે.

આ જ કારણ છે કે કોંગ્રેસ પાર્ટી આ ફરમાનને ગાંધી પરિવાર પર સરકારની નજર રાખવાની મંશા સાથે જોડી રહ્યા છે. કોંગ્રેસ પ્રવકતા બૃજેશ કલપ્પા એ જણાવ્યું કે આ સીધેસીધી નજર રાખવાનો મામલો છે. જો કે ભાજપે કોંગ્રેસના આ આરોપોને ધડમાથાથી નકારી દીધી છે.