કેન્સરને માત આપી રિષિ કપૂરનો ફિલ્મમાં કમબેક, જૂઓ દાઢીવાળો લૂક, ફોટો થયો વાયરલ

રીષિ કપૂર ગયા મહિને ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર કરીને ભારત પરત ફર્યાં છે. હવે, રીષિ કપૂરે ફિલ્મ્સમાં કમબેક પણ કરી લીધું છે. હાલમાં જ ફોટોગ્રાફર અવિનાશ ગોવારિકરે રીષિ કપૂર એક તસવીર શૅર કરી હતી.

અવિનાશે રીષિ કપૂરની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી છે. બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં રીષિ કપૂરના ચહેરા પર સ્માઈલ છે. આ તસવીર પોસ્ટ કરીને અવિનાશે કેપ્શન આપ્યું હતું, લિજેન્ડ રીષિ કપૂરની સાથે પેકઅપ બાદનો એક શોટ, એક નાનકડાં બ્રેક બાદ તેઓ પરત આવ્યા. શબ્દોમાં વર્ણવી શકતો નથી કે ચિંટુજીને લેન્સમાં જોઈને કેવું ફીલ થાય છે. રીષિ કપૂરે આ તસવીર શૅર પણ કરી હતી અને અવિનાશનો આભાર માન્યો છે. રીષિએ કહ્યું હતું કે પેકઅપ બાદ લગભગ બે મહિના બાદ વધેલી દાઢી કપાવી. શનિવારે (૫ ઓક્ટોર) ઈટાલી જઉં છું. પાછો આવીને તને મળીશ.

રીષિ કપૂરને ગયા વર્ષે ખબર પડી કે તેમને કેન્સર છે અને તેઓ તરત જ ન્યૂ યોર્ક સારવાર માટે ગયા હતાં. અહીંયા ૧૧ મહિના સુધી તેમણે કેન્સરની સારવાર કરાવી હતી. આ સમય દરમિયાન બોલિવૂડ સ્ટાર્સ આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, અનુપમ ખેર, શાહરુખ ખાન, અર્જુન કપૂર, વિકી કૌશલ તેમને મળવા ન્યૂ યોર્ક આવ્યા હતાં.