સુપ્રીમ કોર્ટનો ફેંસલો: મુંબઈના આરે પર તાત્કાલિક રોકો આરી, જેટલા ઝાડ કાપવાના હતા તેટલા કપાઈ ગયા

દેશના આર્થિક પાટનગર મુંબઈમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે આરે જંગલના ઝાડ કાપવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને વૃક્ષો કાપવા પર રોક લગાવી દેવાનો આદેશ આપ્યો છે.

પાછલા એક સપ્તાહથી આરે જંગલમાં વૃક્ષો કાપવાનો વિરોધ કરવામાં આવી રહ્ય છે, મુંબઈ હાઈકોર્ટે 2,646 વૃક્ષ કાપવાની મંજુરી આપી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે વૃક્ષોને કાપવાનું તાત્કાલિક અટકાવી દેવામાં આવે અને જેટલા વૃક્ષો કાપવાના હતા તેટલા કપાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર મહારાષ્ટ્ર સરકારે સંમતિ દર્શાવી છે.

સુપ્રીમ કોર્ટે ઉત્તર મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષ કાપવાના મામલાને ધ્યાને લીધો છે અને સોમવારે એક વિશેષ બેન્ચ આ મામલાની સુનાવણી કરી હતી. જેમાં કાયદાના વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા જનહિત અરજી માટે કોર્ટેમાં પહોંચ્યા હતા.

નોઈડા સ્થિત કાયદાના વિદ્યાર્થીઓ મુજબ એક સમૂહે રવિવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો સંપર્ક કર્યો. તેમને કોર્ટને મુંબઈમાં વૃક્ષને કાપતા રોકવા માટે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી. ઘણા ગેર સરકારી સંગઠનો અને પર્યાવરણ કાર્યકર્તાઓએ આરે કોલોનીમાં લગભગ 2700 વૃક્ષને કાપવાની અનુમતિ આપવાના નિર્ણયની વિરૂદ્ધ 4 અરજી દાખલ કરી હતી. જેને મુંબઈ હાઈકોર્ટે રદ કરી દીધી હતી. ત્યારબાદ MMRCLએ શુક્રવાર રાત્રે મેટ્રો શેડ બનાવવા માટે વૃક્ષોને કાપવાના શરૂ કરી દીધા હતા.

પોલીસ અધિકારીએ કહ્યું કે આ વિસ્તારમાં ઘણા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે અને સુરક્ષાને વધારી દેવામાં આવી છે. તેમને કહ્યું કે વૃક્ષોને કાપવાનું કામ પૂરૂ થાય ત્યાં સુધી કલમ 144 લાગૂ રહેશે.