કોંગ્રેસના રાવણાને સાચવી નહી રહેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના રાજીનામાની માંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ચાલતો આંતરિક ડખો હવે સપાટી પર આવી ગયો છે..અને સોશિયલ મીડિયામાં ગુંજી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના રાજીનામાની માંગ સાથેના મેસેજ વાયરલ થયા છે. અમિત ચાવડા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેનો વિશ્વાસ ખોઈ બેઠા હોવાનો મેસેજ પણ વાયરલ બન્યો છે.

ગુજરાત કોંગ્રેસમાં અમિત ચાવડાની કાર્યશૈલી ઉપર સવાલો ઉભા થયાનો આક્ષેપ લાગ્યો છે. પેટા ચૂંટણીમાં નુકશાન ન થાય તે પહેલા અમિત ચાવડા પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી પણ માંગ કરવામાં આવી છે. તેઓએ તાલુકા કક્ષાના પોતાના માણસોને પ્રદેશમાં મહામંત્રી બનાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.

દલાલો અને રૂપિયા આપીને કેટલાક લોકોને હોદ્દાઓ અપાયા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત કોંગ્રેસના એડિટોરિયાલ બોર્ડના સભ્યએ જયેશ ગેડિયાએ અમિત ચાવડાના રાજીનામાની માગ કરી છે.