જાણો દિવાળી વેકેશન ક્યારે શરૂ થશે અને ક્યારે પુરૂં થશે? તો બનાવો ફરવા જવાના પ્લાન

નવરાત્રી પૂર્ણ થવાની આરે છે અને દિવાળીનો ધમધમાટ શરૂ થઈ જશે. આ વખતે નવરાત્રીમાં આઠ દિવસનું વેકેશન આપવામાં આવતું હતું તે આપવામાં ન આવતા દિવાળીમાં પૂરૂં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

દિવાળીમાં લોકો તહેવારની ઉજવણી સાથે ફરવા જવાના આયોજન કરે છે. પોતાના ગામે સગા-સંબંધીઓને મળવાથી લઈ સોહામણા સ્થળો પર ફરવા જવાનું પ્લાનીંગ કરે છે. ટ્રેનોમાં અને રસ્તા પર લોકોની ભારે અવરજવર હોય છે. અનેક પ્રકારના પ્લાનીંગ કરવામાં આવે છે.

આ વર્ષે દિવાળી વેકેશન 24મી ઓક્ટોબરથી શરૂ થાય છે અને 13મી નવેમ્બરે પુરૂં થાય છે. વેકેશનની મજા માણવા માટે લોકો પોતાના શહેરોમાંથી અન્ય શહેરોના જોવા અને ફરવા લાયક સ્થળોની મુલાકાત લે છે. દિવાળીમાં ઘરોને ડેકોરેટ કરવામાં આવે છે. રંગોલી અને નીતનવા પ્રકારની ભાત પાડવામાં આવે છે. દિવાળીની સાથે ફરવા જવાનું પ્લાનીંગ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે.

દલ લેક

દલ લેક શ્રીનગરમાં છે અને તેને શ્રીનગરનો શ્રૃંગાર પણ કહેવામાં આવે છે. આ લેક મોગલ ગાર્ડન્સ અને હોટેલથી ઘેરાયલું છે. તે કાશ્મીરનું એક ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ છે. અહીં નૌકાવિહાર કરવો એ એક અલગ અનુભવ છે. જે અહીં વિતાવેલી ક્ષણોને યાદગાર બનાવે છે.

ગોવા

ગોવા તેના મોહક બીચ અને લોકપ્રિય ચર્ચ માટે પર્યટકોનું પ્રિય સ્થળ છે. ગોવા દેશના પશ્ચિમમાં સ્થિત છે અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય છે. પણજી ગોવાની રાજધાની છે અને દેશમાં સૌથી વધુ જીડીપી હોવાને કારણે તેને ભારતનું સૌથી ધનિક રાજ્ય પણ માનવામાં આવે છે.

ઉટી

ઉટીને હિલ સ્ટેશનની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉટી એ નીલગિરી જિલ્લાની રાજધાની છે અને ભારતની સૌથી સુંદર ટેકરીઓમાંની એક છે. નીલગિરી બ્લુ પર્વત તરીકે પણ ઓળખાય છે. તે દરિયાની સપાટીથી આશરે 2240 સેન્ટિમીટરની ઉંચાઇ પર સ્થિત છે.

કુર્ગ

કુર્ગને ભારતના સ્કોટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. કુર્ગ એ વિશ્વ માટે આકર્ષણનું પ્રતીક છે. પથરાયેલા ગામો અને વસાહતોનું એક આદર્શ સ્વરૂપ છે. અહીં તમે કોડાગુ ટ્રેકિંગ, ફિશિંગ અને રિવર રાફ્ટિંગની મજા લઇ શકો છો.

જાખુ હિલ

જાખુ હિલથી તમે આખા શિમલા શહેરનો અદભૂત નજારો જોઇ શકો છો, અહીંથી સિમલા ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. આ ટેકરીની બીજી બાજુથી, તમે હિમાલય પર્વતના આકર્ષક દૃશ્ય જોઈ શકો છો.