જૂનાગઢના મેંદરડા-સાસણ હાઇવે પર માલણકા નજીક કોઝવે પુલ તૂટી પડતા 4 ગાડીઓ દબાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. કોઝવે તૂટી પડવાના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા દબાયેલી ગાડીઓને બહાર કાઢવા માટે બચાન કામગીરી કરવામાં આવી હતી.
આજે સાંજે અચાનક મેંદરડા-સાસણ હાઈવે પરનો કોઝવે ઘરાશયી થયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત 108ની સાત ગાડીઓને તૈના કરવામાં આવી હતી.
ઘટનામાં હાલ કોઈને ઈજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા નથી. કોઈ જાનહાનીની ખબર મળી રહી નથી. રેસ્ક્યુ ઓપરેશનનો ધમધમાટ ચાલી રહ્યો છે.