ચાની દુકાન પર બેસી રહો છો, તો પોલીસ કરી શકે છે તમારી વિરુદ્વ આવી મોટી કાર્યવાહી, જાણો શું?

જો તમે ચાની દુકાને બેસો છો તો પોલીસ તમને ગુંડો જાહેર કરી શકે છે. આ જ વાત એક આરટીઆઈથી મળેલી માહિતીમાં બહાર આવી છે. આ આરટીઆઈ રીવામાં રહેતા-63 વર્ષીય જ્ઞાન નાયક તિવારી દ્વારા બહાર પાડવામાં આવી હતી.

જ્ઞાન નાયક તિવારી છેલ્લાં બે વર્ષથી ‘ગુન્ડા રજિસ્ટર’ માં તેનું નામ પોલીસે કેમ નોંધ્યું છે તે શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ગુંડા રજિસ્ટર બ્રિટિશ કાળથી ચાલી આવેલી પરંપરા છે. તેના જવાબમાં, પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે જ્ઞાન નાયક ચા અને દારૂની દુકાનમાં બેસે છે. તે એમ પણ કહે છે કે ગુંડા રજિસ્ટરમાં તિવારીનું નામ દાખલ કરવા વરિષ્ઠ અધિકારીઓનો આદેશ નહોતો, જે નિયમ પ્રમાણે હોવો જોઈએ.

તિવારી કહે છે કે તેની વિરુદ્ધ માત્ર એક જ હત્યાનો પ્રયાસ ચાલી રહ્યો છે.1989માં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તિવારી અગાઉ એક શિક્ષક હતા, પરંતુ આ કેસમાં તેનું નામ સામે આવ્યા બાદ તેને નોકરીથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ગુંડા રજિસ્ટરમાં તેનું નામ હોવાથી સમયાંતરે પોલીસ સમક્ષ હાજર થવાની ફરજ પાડવામાં આવે છે.

પોલીસ કાર્યવાહીથી હેરાન થયેલા જ્ઞાન નાયકે જાણવાની કોશિશ કરી કે તેનું નામ આ રજિસ્ટરમાં કેમ નોંધાયું છે. તેણે આ અંગે જાન્યુઆરી-2018માં આરટીઆઈ ફાઇલ કરી હતી. બે વર્ષની મહેનત અને દોડધામ બાદ રાજ્ય માહિતી કમિશનરે તિવારીને કેમ ગુંડા માનવામાં આવે છે તે સમજાવવા પોલીસને આદેશ આપ્યો હતો.

મીડિયા સાથે વાત કરતા જ્ઞાન નાયક તિવારીએ કહ્યું કે આરટીઆઈના જવાબમાં મને ગુંડા જાહેર કરવાના કેટલાક કારણો આપવામાં આવ્યા હતા. મારી સામે કેસ ચાલે છે, હું ચાના સ્ટોલ અને દારૂની દુકાન પર બેસું છું અને હું તમાકુ ખાઉ છું. મેં ક્યારેય આલ્કોહોલ અથવા તમાકુનું સેવન કર્યું નથી. અને જો હું કરું છું, તો શું કોઈનું નામ ફક્ત આ આધારે ગુંડા રજિસ્ટરમાં સામેલ કરી શકાય છે? પોલીસે ફોટો મૂક્યો છે તે ફોટો પણ મારો નથી.

ગુંડા રજિસ્ટર એ બ્રિટીશ કાળથી સ્થાનિક વહીવટની કાયદો અને વ્યવસ્થા જાળવવાની આંતરિક પ્રક્રિયા છે. જેમાં લોકોના નામ લખાયેલા છે તેના પર પોલીસ સતત નજર રાખે છે.