જમ્મુ-કાશ્મીર: આંતકવાદીઓએ અનંતનાગ પર ગ્રેનેડ ફેંક્યું, 10 ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ને રદ્દ કરવાને આજે બે મહિના પૂરા થયા હતા. પાંચમી ઓગષ્ટે કેન્દ્ર સરકારની ઘોષણા બાદથી આતંકવાદીઓ ખીણમાં કોઈ મોટો ગુનો  આચરવાના પ્રયાસમાં છે, પરંતુ તેઓ હજી સુધી સફળ થયા નથી. હા, આજે અનંતનાગ જિલ્લામાં એક ટોળા પર ગ્રેનેડ ફેંકવાનો મામલો સામે આવ્યો છે.

આ ગ્રેનેડ હુમલામાં 10 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. ઘાયલોમાં 12 વર્ષનો બાળક પણ સામેલ છે. પત્રકારને પણ ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ ડેપ્યુટી કમિશનર (ડીસી) ઓફિસની સામે ગ્રેનેડ ફેંકી દીધા હતા. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધા બાદ સર્ચ ઓપરેશન સઘન કરાયું છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અનંતનાગમાં સજ્જડ બંદોબસ્ત હેઠળ આવેલી ડેપ્યુટી કમિશનર કચેરી સંકુલની બહાર સુરક્ષા પેટ્રોલિંગ પર સવારે 11 વાગ્યે ગ્રેનેડ ફેંકવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ચૂકી ગયેલા લક્ષ્યને કારણે, ગ્રેનેડ રસ્તાની નજીક ફૂટ્યો, ત્યાંથી પસાર થતા લોકોને ઇજા પહોંચી. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. હુમલો થયા બાદ વિસ્તારમાં તંગદિલી છે. અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને આ હુમલામાં સામેલ આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે. હજુ સુધી કોઈ પણ સંગઠને ગ્રેનેડ હુમલોની જવાબદારી લીધી નથી.

આ હુમલા બાદ તરત જ સુરક્ષાકર્મીઓ સતર્ક થઈ ગયા છે અને આ વિસ્તારનો ઘેરો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આતંકવાદીઓની શોધખોળ માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે શનિવારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 37૦ની જોગવાઈઓને હટાવવાના નિર્ણયને બે મહિના પૂરા થયા છે.