બાંગ્લાદેશથી એલપીજી ભારત આવશે, મહત્વના સાત કરાર થયા

વડાપ્રધાન મોદીએ ઢાકામાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. બન્ને દેશો વચ્ચે સાત મહત્વના કરાર થયા હતા. શેખ હસીનાએ ભારતને ડૂંગળી પર મૂકાયેલો પ્રતિબંધ પરત ખેંચવા તથા રોહિંગ્યા મુસ્લિમોને 120 કરોડના ખર્ચે પાળવા બાબતે રજૂઆત કરી હતી. આ ઉપરાંત એલપીજી ગેસ હવે બાંગ્લાદેશથી ભારત લાવવાનો કરાર પણ કરવામાં આવ્યો હતો.

PM મોદી અને હસીના વચ્ચે 10 દિવસમાં આ બીજી મુલાકાત છે. બંને નેતાઓ 27મી સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન મળ્યાં હતાં.આ અવસરે PM મોદીએ કહ્યું કે આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધુ ત્રણ દ્વિપક્ષીય પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવાની તક મળી તેનો આનંદ છે. એક વર્ષમાં અમે કુલ 12 સંયુક્ત પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે.

ભારત-બાંગ્લાદેશ વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને સંબંધો વધારવા પર ભાર રહ્યો. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ગુરુવારથી ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસિના સાથેની મુલાકાત અંગે PM મોદીએ સંક્ષિપ્તમાં જણાવ્યું હતું કે, ભારત બાંગ્લાદેશ સાથેના સંબંધોને મહત્વ આપે છે અને સતત વધી રહેલા સહયોગથી બન્ને રાષ્ટ્રો સમગ્ર વિશ્વને એક આદર્શ પાડોશી દેશોનું ઉદાહરણ પુરું પાડશે. આજની મુલાકાતથી આગામી સમયમાં બન્ને દેશો વચ્ચેનો દ્વીપક્ષીય સંબંધ વધુ ઉર્જાવાન બનશે.

PM મોદીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં બન્ને દેશોએ બાર પ્રોજેક્ટ્‌સ શરૂ કર્યા જે પૈકી ત્રણ પ્રોજેક્ટસનું આજરોજ ઉદ્ઘાટન કરાયું. આ પ્રોજેક્ટ બન્ને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે.દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી દરિયાઈ સુરક્ષા, નાગરિક પરમાણુ ઉર્જા અને વેપાર ક્ષેત્રે દ્વીપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ બાંગ્લાદેશના પીએમ સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારત તરફથી બાંગ્લાદેશને ઉચ્ચ પ્રાથમિકતાની ખાતરી આપી હતી. બાંગ્લાદેશના પીએમ હસિના ગુરુવારે ભારત આવી પહોંચ્યા હતા. બે દિવસ તેમણે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હાજરી આપી હતી.