PUC સેન્ટર ખોલવાના મામલે સરકારને પ્રથમ ગ્રાસે મક્ષિકા, માત્ર 100 અરજી આવતા નિયમોમાં આપી આવી છૂટછાટ

ટ્રાફીકના નવા નિયમોમાં પીયુસી સેન્ટર ખોલાની જાહેરાત કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકારને પ્રથમ ગ્રાસે મક્ષિકા થતાં હવે નિયમોમા છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાત સરકારને પીયુસીના નિયમો હળવા કરવાની ફરજ પડી છે.

સરકાર દ્વારા રાજ્યભરમાં 900 જેટલા પીયુસી સેન્ટર ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. પીયુસી સેન્ટર ખોલવા માટે કેટલાક સખત નિયમો હોવાથી માત્ર 100 અરજીઓ જ આવી શકી હતી. 100 અરજી આવતા ગુજરાત સરકારે નિયમો હળવા કર્યા છે.

જમીનની માલિકી અંગે પણ રાહત આપી છે અને ટેક્સ ભરવાના નિયમોમાં પણ રાહતજનક છૂટ આફી છે. આ ઉપરાંત કેટલાક ડોક્યુમેન્ટ ફરજિયાતપણે રજૂ કરવાના રહેતા હોવાથી તેમાંથી પણ પીયુસીના સંચાલકો માટે રાહત જાહેર કરી છે. હવે અમૂક ડોક્યુમેન્ટ લઈ પીયુસી કેન્દ્રની મંજુરી આપવામાં આવશે.