ભારતની જવાબી કાર્યવાહીથી ડર્યા ઈમરાન ખાન, કહ્યું “કાશ્મીરીઓના મદદગાર છે આતંકી”

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવખત કાશ્મીર રાગ આલાપ્યો છે. જો કે આ વખતે તેમના નિવેદનમાં ડર સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. ઇમરાને ટ્‌વીટ કરી કહ્યું કે જો કાશ્મીરીઓની મદદ કરવા માટે પાકિસ્તાનની તરફથી કોઇ પણ એલઓસી પાર કરે છે તો ભારત દુનિયાની સામે તેને પાકિસ્તાન પ્રાયોજીત ઇસ્લામી આતંકવાદ ગણાવે છે. આપને જણાવી દઇએ કે બોર્ડર પર ભારતની ચાંપતી સુરક્ષાને લીધે ઘૂસણખોરો સરહદ પાર કરી શકતા નથી.

પાકિસ્તાનની સેના એલઓસી પર સતત ફાયરિંગ કરી ઘૂસણખોરો અને આતંકવાદીઓને કવર આપી રહી છે. પરંતુ ભારતની ચોકસાઇના લીધે ઘૂસણખોરો બોર્ડર પાર કરી શકતા નથી. જે આતંકીઓએ પણ માંથી ભારત આવવાની કોશિષ કરી છે તેઓ સેનાના જવાબી હુમલામાં મોતને ભેટ્યા છે. ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાન બરાબરનું અકળાયુ છે.

ઇમરાન ખાને કાશ્મીરમાં ઘૂસણખોરીની કોશિષ કરી રહેલા આતંકીઓની પેરવી કરતાં કહ્યું કે જો પાકિસ્તાનની તરફથી કાશ્મીરીઓની મદદ માટે કોઇ બોર્ડર પાર કરે છે તો ભારત દુનિયાની સામે તેને પાકિસ્તાન પ્રાયોજીત ઇસ્લામી આતંકવાદ ગણાવી દે છે. ઇમરાન ખાને જુઠ્ઠાણાનો પુલ ઉભો કરતાં કહ્યું કે કાશ્મીરમાં બે મહિનાથી લોકો અમાનવીય સ્થિતિમાં રહેવા મજબૂર છે.