કોંગ્રેસના વરવા રાજકારણથી કંટાળેલા જયરાજ સિંહે કહ્યું” વિરામની જરૂર હોય તેવું લાગે છે

ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક નેતાઓની નારાજગી બહાર આવી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં મોટા પ્રમાણમાં ભંગાણ સર્જાયા બાદ પણ સિનિયર નેતાઓની ઉંઘ ઉડી રહી નથી. બદરૂદ્દીન શેખનું રાજીનામું અને હવે અન્ય એક પ્રવક્તા જયરાજસિંહ પરમારે ટિવટર પર પોતાની વેદના બે લીટીમાં લખતા કોંગ્રેસમાં મોટા પાયા પર સોપો પડી જવા પામ્યો છે.

જયરાજસિંહ પરમારે ટવિટર પર પોસ્ટ કરતાં લખ્યું છે કે “વ્હાલા મિત્રો જાહેરજીવન અને પક્ષની રાજનીતિથી થાક્યો છું… વિરામની જરૂર હોય તેવું લાગી રહ્યું છે….જયમાતાજી”