વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા ટોપ-10 શહેરોમાં સુરતે બાજી મારી, જાણો ક્યા નંબરે છે તમારું પ્રિય શહેર?

વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા 10 શહેરોના નામ જાહેર થઇ ગયા છે. આ લિસ્ટમાં ભારતના શહેરો અન્ય શહેરી અર્થ-વ્યવસ્થા કરતા આગળ નીકળ્યા છે. સૌથી ઝડપથી વિકસતા ટોપ ટેનમાં સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક અનુમાન અનુસાર 2019થી 2035 વચ્ચેના જીડીપી મામલે આ શહેરો આગળ હશે. સુરત, બેંગ્લોર, હૈદરાબાદ,નાગપુર, તિરુપુર, રાજકોટને વિકસિત શહેરોમાં સામેલ કરવામાં આવ્યા છે.

તિરૂચિરાપલ્લી, ચેન્નાઈ અને વિજયવાડાનો પણ સમાવેશ આ લિસ્ટમાં કરવામાં આવ્યો છે.સંશોધન સંસ્થા અનુસાર સૌથી ઝડપથી વિકસતા ટોપ ટેન શહેરમાં સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત સૌથી ઝડપથી વિકસતા વિશ્વના ટોચના 10 શહેરોના નામ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના શહેરો અન્ય શહેરી અર્થ- વ્યવસ્થા કરતા આગળ છે. 2019થી 2035ની વચ્ચે જીડીપી મામલે આ શહેરો ભારતના આગળ હશે. સુરત, બેંગલુરુ, હૈદરાબાદ, નાગપુર, તિરુપુર, રાજકોટ, તિરુચિરાપલ્લી, ચેન્નાઈ અને વિજયવાડા વધુ ઝડપથી વિકસિત થતા શહેરો છે.