વિદ્યાર્થીની અટક-નામમાં ફેરફાર કરવો છે? તો આ અચૂક વાંચો…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના લિવિંગ સટિર્ફિકેટમાં નામ, અટક અને જન્મ તારીખમાં ધો.12 સુધી ફેરફાર કરી શકાશે તેવી જાહેરાત રાજ્ય શિક્ષણ વિભાગે કરી હતી. તેમજ આ સત્તા જે તે જિલ્લાના ડીઇઓને આપવામાં આવી હતી. અગાઉ ધો.10 પહેલા જ આ પ્રકારનો ફેરફાર કરી શકાતો હતો.

શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં ફેરફાર કરવા અંગેની પ્રવિધિમાં જણાવ્યું હતું કે, વિનિમય 12(ક)(6)ની જોગવાઈ આ મુજબ વિદ્યાર્થીએ શાળા છોડી દીધા પછી શાળા રેકર્ડમાંની નોંધોમાં ફેરફાર કરી શકાશે નહિ. વિનિમય 12(ક)(6)ની જોગવાઈ ધ્યાને લેતા વિદ્યાર્થી ખરેખર શાળામાં હાલ ધો.9થી 12 પૈકી કોઈપણ ધોરણમાં અભ્યાસ ચાલુ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્રમાંની નોંધોમાં ફેરફાર કરવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને રહેશે.