RBIએ રેપો રેટમાં કર્યો ઘટાડો, લોનના હપ્તા ઘટશે

તહેવારોની સિઝન જામી છે, ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા(RBI)એ ફરી એક વાર પોલિસી રેટમાં ઘટાડાની જાહેરાત કરી છે. આના કારણે તમારી હોમ લોન, કાર લોન સહિતના હપ્તામાં ઘટાડો થશે. RBIએ રેપો રેટમાં બેઝીક 25 પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રેપો રેટનો દર 5.40થી ઘટીને 5.15 થઈ ગયો છે. 2010 બાદ આ દર સૌથી ઓછો છે. RBIએ રિવર્સ રેપો રેટમાં પણ ફેરફાર કર્યો છે. રિવર્સ રેપો રેટ હવે 4.90 ટકા અને બેન્ક રેટ 5.40 ટકા થયો છે.

RBIએ સતત પાંચમીવાર નીતિગત દરોમાં ઘટાડો કર્યો છે. આ પહેલાં ચાર વાર RBIએ રેપો રેટમાં બેઝીક 110 પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

બેન્કોને દૈનિક અનેક કામો માટે મોટી રકમની જરૂરિયાત હોય છ. જેની મુદ્દત એક દિવસ કરતાં વધારે હોતી નથી, આ માટે બેન્કો RBI પાસેથી એક રાત માટે એટલે કે ઓવર નાઈટ ઉધાર લે છે. આ ઉધાર પર RBIને વ્યાજ આપવાનું હોય છે તેને રેપો રેટ કહેવામાં આવે છે.

RBIએ 2019ના નાણાકીય વર્ષ માટે જીડીપી આઉટલૂકને પણ રિવાઝ કરીને 6.1 ટકા રાખવાનું અનુમાન રાખ્યું છે. પાછલી સમીક્ષામાં 6.9 રાખવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2020-21 માટે આ અનુમાન 7.2 ટકા કરી દેવામાં આવ્યું છે.