21 જાન ગયા બાદ ગુજરાત સરકાર જાગી, અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર લોકોની સલામતી માટે કર્યો આવો નિર્ણય

અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીકનો વિસ્તાર એક્સિડન્ટ ઝોન બની ગયો  હોવાથી ગુજરાત સરકાર દ્વારા અક્સ્માત બાદ ત્વરિત્તાના પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્રિશુલિયા ઘાટ પર સરકાર દ્વારા પ્રોટેકશન વોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઘાટ પર અકસ્માત સ્થળે ચાર ફુટ ઉંચી અને 23 મીટર પહોળી પ્રોટેકશન દીવાલ બનાવવામાં આવશે. અને બે દિવસમાં જ આ પ્રોટેકશન વોલનું કામ શરૂ થશે. અકસ્માત સ્થળે રેલિંગ હોવાથી મોટી જાનહાની ટાળી શકાશે તેવો મત રજૂ કરી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચાર દિવસ અગાઉ અંબાજી નજીકના ત્રિશુળીયા ઘાટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ૨૨ લોકોના મોત થયા હતા.ત્યારે એક મત મુજબ જો ઘાટ પર મજબૂત રેલિંગ હોત તો મોટી જાનહાની ટળી હોત તેવો મત રજૂ થયો હતો. ત્યારે માર્ગ મકાન વિભાગે અકસ્માતગ્રસ્ત આ જગ્યાએ પ્રોટેકશન બનાવવાનું નક્કી કર્યુ છે. ત્રિશુલીયો ઘાટ જોખમી હોવાના લીધે અકસ્માતમાં અનેક જિંદગીઓ હોમાઇ છે અગાઉ પણ ત્રિસુલીયા ઘાટ પર અકસ્માત થઈ ચૂક્યા છે.