બેરોજગારી વિરુદ્વ ચાલી રહેલા આંદોલનમાં પ્રદર્શનકારીઓ પર ગોળીઓનો વરસાદ, 31નાં મોત

બેરોજગારી અને ભ્રષ્ટાચાર વિરુદ્વ પાછલા એક સપ્તાહથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આજે ઈરાકના પાટનગર બગદાદમાં પ્રદર્શકારીઓએ હિંસક રૂપ ધારણ કર્યું હતું. ઈરાકી પોલીસે ઓપન ફાયરીંગ કરી હતી અને તેમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 31 પર પહોંચી ગઈ હતી. 1500 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ મળી રહ્યા છે.

અલઝઝીરાના જણાવ્યા પ્રમાણે ઈરાકી ઈન્ડીપેન્ડન્ટ હાઈ કમિશન ફોર હ્યુમન રાઈટ્સના મેમ્બર અલી અલ બયાતીએ પત્રકારને કહ્યું કે બગદાદ અને કેટલાક સુબાઓમાં ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં લોકો પર ઓપન ફાયરીંગ કરવામાં આવ્યું છે અને 31 લોકોના મોત થાય છે. 1,509 ઈજાગ્રસ્તોમાં 401 જેટલા પોલીસાવાળા પણ છે. હાલ બગદાદમાં કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. અન્ય પ્રાંતો પણ હિંસા ફેલાઈ ગઈ છે.