અંડરવર્લ્ડ ડોનનો ભાઈ લડી રહ્યો છે ચૂંટણી, આ વિધાનસભામાંથી લડશે ભાજપના નિશાન પર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીએ આ વખતે લોકોનું ધ્યાન ખેચ્યું છે. ભાજપના સાથી પક્ષ અને મોદી સરકારના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ ડોન છોટા રાજનને ભાઈને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો છે.

છોટા રાજનના ભાઈ દિપક નિખાલજને આરપીઆઈ દ્વારા સતારા જિલ્લાની ફલટન બેઠક પરથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે.મહારાષ્ટ્રમાં પણ આરપીઆઈ શિવસેના અને ભાજપના ગઠબંધન સાથ મળીને ચૂંટણી લડી રહી છે.આરપીઆઈ ભાજપના નિશાન કમળ પર જ ચૂંટણી લડવાની છે.

દિપકના નામનુ એલાન આઠવલેએ કર્યુ હતુ.તેની સાથે બીજા પાંચ ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી.કુલ મળીને આરપીઆઈ ૬ બેઠકો પર ચૂંટણીલ ડી રહી છે.આ પહેલા પણ દિપક આરપીઆઈની ટિકિટ પર ચૂંટણી લડી ચુક્યો છે.

દીપક આ પહેલા 2004, 2009 અને 2014માં મુંબઈની ચેમ્બૂર બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતર્યો હોત.જોકે હવે આ બેઠક શિવસેનાના ફાળે ગઈ છે.આથી દીપક ફલટન ખાતેથી ચૂંટણી લડી રહ્યો છે.ફલટનને છોટા રાજનનો ગઢ માનવામાં આવે છે.

અગાઉની ચૂંટણીમાં કરેલા સોગંદનામા પ્રમાણે દિપક નિખાલજે ચાર કરોડની સંપત્તિનો માલિક છે. 2018માં તેની સામે એક યુવતી પર રેપ કરવાનો કેસ નોંધાયો હતો.